Gujarati Video : રાજકોટમાં 36 કલાકથી ચાલતા વિવાદનો અંત આવ્યો, જે.એમ.બિશ્નોઇના પરિવારે મૃતદેહને સ્વીકારી લીધો

|

Mar 26, 2023 | 11:59 PM

રાજકોટમાં છેલ્લા 36 કલાકથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે.જે.એમ.બિશ્નોઇના પરિવારની મેજિસ્ટ્રેટ તપાસની માગ સ્વીકારી લેવાતા 36 કલાક બાદ જે.એમ.બિશ્નોઇના પરિવારે મૃતદેહને સ્વીકારી લીધો છે. આ સમગ્ર કેસની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.આ સાથે જે.એમ.બિશ્નોઇનું પોસ્ટમોર્ટમ SDMની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે કરાવાયું છે

રાજકોટમાં છેલ્લા 36 કલાકથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે.જે.એમ.બિશ્નોઇના પરિવારની મેજિસ્ટ્રેટ તપાસની માગ સ્વીકારી લેવાતા 36 કલાક બાદ જે.એમ.બિશ્નોઇના પરિવારે મૃતદેહને સ્વીકારી લીધો છે. આ સમગ્ર કેસની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.આ સાથે જે.એમ.બિશ્નોઇનું પોસ્ટમોર્ટમ SDMની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે કરાવાયું છે અને આ કેસમાં CBIના અધિકારીઓના નિવેદન પણ લેવાશે.

આ કેસમાં CBIની ટીમને જે.એમ.બિશ્નોઇના ઘરેથી રૂ.50 લાખ અને ચાંદીના સિક્કા ભરેલું પોટલું મળ્યું છે.જ્યારે જે.એમ.બિશ્નોઇની ઓફિસમાં રેડની જાણ થતાં તેમની પત્ની અને પુત્રએ 50 લાખ રોકડ અને ચાંદીના સિક્કા ભરેલુ પોટલું સામેના ફ્લેટમાં ફેંકી દીધુ હોવાની સુત્ર તરફથી માહિતી મળી છે.ત્યારે જે.એમ.બિશ્નોઈના પત્નીએ જેમના ફ્લેટની ગેલેરીમાં પોટલું ફેક્યું હતુ તેનો વીડિયો સામે આવ્યો છે.પોટલું ફેંક્યા બાદ તેમના પત્ની ગેલેરીમાં ચૂંદડી પડી ગઈ હોવાના બહાને પોટલું લેવા ગયા હતા.પરંતુ સમગ્ર મામલે શંકા જતા પાડોશીએ CBIને જાણ કરી હતી.CBIએ ફ્લેટ પર પહોંચીને 50 લાખ ભરેલું પોટલું રિકવર કર્યું છે.આમ CBIએ આ કેસમાં કુલ 1 કરોડ રોકડ અને 900 ગ્રામ ચાંદી રિકવર કરી છે.

આ ઉપરાંત,  રાજકોટમાં  ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં રૂપિયા ભરેલો થેલો ફેંકતા સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. જેમાં જે.એમ બિશ્નોઈના ભત્રીજો રૂપિયા ભરેલો થેલો લેતો હોય તેવા CCTVમાં કેદ થયો છે. જેમાં બિલ્ડિંગમાંથી રૂપિયા ભરેલો થેલો ભત્રીજા તરફ ફેંકવામાં આવ્યો છે. થેલામાંથી રૂપિયાના બંડલ નીચે પડતા દ્રશ્યો થયા CCTVમાં કેદ થયા છે. આ થેલો બિશ્નોઈની પત્નીએ ફેંક્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.

આ અગાઉ પણ પાડોશીના ઘરેથી રૂપિયા ભરેલો થેલો મળી આવ્યો હતો. આ કેસમાં કુલ બે થેલામાંથી 1 કરોડ રૂપિયાની રકમ પોલીસે જપ્ત કરી હતી. જ્યારે લાંચ કેસમાં પકડાયા બાદ રૂપિયા સગેવગે કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarati Video : કોર્ટના બહાને મને મારી નાખવાનો પ્રયાસ: અતીક અહેમદ, જુઓ Video

Next Video