અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા, આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની કરી અપીલ, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ડબલ સીઝનના અસરથી અમદાવાદમાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. અમદાવાદ શહેરના યુનાઈટેડ હેલ્થ સેન્ટર્સ (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC)માં એક જ દિવસે 1,500થી વધુ કેસ નોંધાયા છે.
ડિસેમ્બર મહિનો પુરો થવા આવ્યો હોવા છતા હજુ સુધી ગુજરાતમાં શિયાળાની જમાવટ જોવા મળી રહી નથી. ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ડબલ સીઝનના અસરથી અમદાવાદમાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. અમદાવાદ શહેરના યુનાઈટેડ હેલ્થ સેન્ટર્સ (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC)માં એક જ દિવસે 1,500થી વધુ કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની આપી સલાહ
અંદાજે 10,000 જેટલા દર્દીઓ શહેરના કુલ 87 હેલ્થ સેન્ટર્સમાં નોંધાયા છે. આ આંકડો માત્ર UHC અને CHCમાં નોંધાયેલા દર્દીઓનો છે, ત્યારે ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ નોંધાતા રહે છે.અમદાવાદ મહાનગરપાલિકા (મનપા)ના હેલ્થ ઓફિસરે લોકોને વાયરલ ઇન્ફેક્શન સામે સાવધાન રહેવા અપીલ કરી છે અને લોકોની સુરક્ષા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે. સ્વચ્છતા જાળવવી અને વધારે ભીડવાળા સ્થળોમાં માસ્ક પહેરવું લોકોને સંક્રમણથી બચાવી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
