પાટણ
“વનરાજ ચાવડાએ સંવત 802 વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા. આચાર્ય હેમચંદ્ગાચાર્ય જૈન વિદ્વાન, કવિ અને પ્રખર પંડિત હતા. જેમણે વ્યાકરણ, તર્કશાત્ર અને તત્કાલિન ઇતિહાસમાં ધણુ મહત્વપુર્ણ યોગદાન કરેલ છે. તેમને ” કલિકા સર્વજ્ઞ” ની ઉપાધિ મળેલ છે.૧૧મી સદીના રાજા ભીમદેવે તેમની રાણી ઉદયમતીની યાદમાં રાણકી વાવ બંધાવેલી હતી. યુનેસ્કોના વલ્ડ હેરીટેજ સાઇટમાંં 22 જુન 2014 ના રોજ તેનો સમાવેશ થયો હતો. પાટણનું બીજુ સ્થાપત્ય સહસ્ત્રલિંગ તળાવ જે મધ્યકાલિન યુગમાં કૃત્રિમરીતે જળ સંગ્રહ માટે બંધાયેલુ હતું. જેનું બાંંધકામ ચાલુક્ય ( સોલંકી) યુગમાં થયું હતુંં. આ ઉપરાંત હેમન્દ્ગાચાર્ય લાયબ્રેરી, જૈન મંદિરો, સિદ્ધરાજ જયસિંહના સમયના કાલિકા માતાનું મંદિર મહત્વ ધરાવે છે. વડોદરા રાજ વખતે પણ પાટણનું સ્થાન આગવું હતું. આ ઉપરાંત નવરચિત જિલ્લામાં સમાવિષ્ટ રાધનપુર તાલુકો પણ બાબીવંશના નવાબના સમયનું રજવાડું હતું. સિદ્ધપુર શહેર રૂદ્ગમહાલા અને બિંદુસરોવર માતૃ-તર્પણ તીર્થ તરીકે પ્રખ્યાત છે. શંખેશ્વર તાલુકાના શંખેશ્વર ગામે પાર્શ્વનાથ દાદાનું જૈન મંદિર આગવું મહત્વ ધરાવે છે. ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની સાંસ્ક્રુતિક ધામ અણહિલવાડ પાટણ તેનો સુવર્ણ ઇતિહાસ, તેના ઉત્ક્રુષ્ઠ સાંસ્ક્રુતિક વારસો, તેનું શિલ્પ સ્થાપત્ય, લોકકલા અને પટોળાની હસ્તકલાથી પ્રચલિત છે. કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના સમયમાં મહમદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી જય સોમનાથમાં પાટણ કેન્દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્દ્રવર્તી છે. પાટણમાં કાદંબરી જેવા કપરા સંસ્કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણ થઇ ગયા હતા. જૈન સાધુઓ – હેમચંદ્રાચાર્ય ઉપરાંત રામચંદ્ર, ગુણચંદ્ર અને અન્ય ધર્મજ્ઞો-સાહિત્યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી છે.જોવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો રાણ કી વાવ, સહસ્ત્રલિંગ તળાવ છે. પાટણનાં ઉદ્યોગ વિશે વાત કરીએ તો અહીંના વિશ્વવિખ્યાત પટોળાનો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. આ પેજ પર Patan , patan :Latest News, patan Business News, Patan News Today, Patan News in Gujarati, patan Sports News, Patan Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “