AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat – Rohit Match, Vijay Hazare Trophy 2025: વિરાટ-રોહિત શર્માની મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો? જાણો

Virat Kohli- Rohit Sharma Match : વિજય હજારે ટ્રોફી 2025-26માં રોહિત શર્મા અને વિરાટ કોહલીની મેચ જો તમે ટીવી પર લાઈવ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો. તેના વિશે આપણે વિસ્તારથી જાણીએ.

Virat – Rohit Match, Vijay Hazare Trophy 2025: વિરાટ-રોહિત શર્માની મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો? જાણો
| Updated on: Dec 24, 2025 | 10:39 AM
Share

Vijay Hazare Trophy 2025 : વર્ષો બાદ ઘરેલું વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોવા માટે વર્ષોની રાહ વિજય હજારે ટ્રોફીમાં હવે પૂરી થઈ છે. વિજય હજારે ટ્રોફી 2025-26 ની શરૂઆત સાથે, ભારતીય ક્રિકેટ ચાહકો પણ આ બંને સ્ટાર્સને રમતમાં જોશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે તેઓ તેમને ટુર્નામેન્ટમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે રમતા જોશે? વિરાટની મેચ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમના દરવાજા પણ ચાહકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વિરાટ અને રોહિતની મેચ વિશે જાણકારી

વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી 2025-26માં ક્યાં અને ક્યારે રમતા જોવા મળશે. આ તમામ સવાલોના જવાબો ચાલો જાણીએ.

વિજય હજારે ટ્રોફી 2025-26માં વિરાટ અને રોહિત શર્માની મેચ ક્યારે છે?

વિરાટ અને રોહિત શર્માની વિજય હજારે ટ્રોફી 2025-26માં 24 ડિસેમ્બરના રોજ પહેલી મેચ રમશે.

વિજય હજારે ટ્રોફી 2025-26માં વિરાટ અને રોહિત શર્મા પોતાની પહેલી મેચ ક્યાં રમશે?

વિરાટ અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી 2025-26માં પોતાની પહેલી મેચ અલગ અલગ સ્થળો પર રમશે. વિરાટની મેચ બેંગ્લોર સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં રમાશે. જ્યારે રોહિત શર્મા પોતાની મેચ જયપુરમાં રમશે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા પોતાની પહેલી મેચ વિજય હજારે ટ્રોફી 2025-26માં કઈ ટીમ વિરુદ્ધ રમશે?

વિરાટ કોહલી દિલ્હીની ટીમનો ભાગ છે. જેની પહેલી મેચ વિજય હજારે ટ્રોફી 2025-26માં આંધ્રપ્રદેશની ટીમ સામે છે. મુંબઈની ટીમ અને રોહિત શર્મા જયપુરમાં સિક્કિમની ટીમ સામે રમશે.

વિજય હજારે ટ્રોફી 2025-26માં વિરાટ અને રોહિતની મેચનું લાઈવ પ્રસારણ ક્યાં અને કઈ રીતે જોઈ શકશો.

રિપોર્ટ મુજબ વિરાટ અને રોહિત શર્માની મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે નહી. તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે નહી. કારણ કે, તમામ 38 ટીમ એક જ દીવસે પોતાની મેચ રમશે. બ્રોડકાસ્ટિંગની સુવિધાઓ માત્ર 2 સ્થળો પર છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં.

2025-26 વિજય હજારે ટ્રોફીમાં વિરાટ અને રોહિત શર્માનો સ્કોર કેવી રીતે ચકાસી શકશો?

જવાબ: BCCIની સત્તાવાર વેબસાઇટ વિરાટ અને રોહિતને લગતી મેચોનું લાઇવ અપડેટ્સ આપે છે. તમે બંને મેચોના પરિણામો BCCI વેબસાઇટ https://www.bcci.tv/live/domestic પર જોઈ શકો છો.

વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">