યર એન્ડર
365 દિવસ એટલે કે એક વર્ષ. જ્યારે એક વર્ષ પુરુ થાય છે ત્યારે આપણે નવા વર્ષને આવકારવા માટે થનગનતા હોઈએ પણ આપણે ભૂતકાળ પર એટલે કે આખા પુરા થયેલા વર્ષ પર એક નજર કરીએ તો આપણને ખબર પડે કે ક્યારે શું થયું…સારુ વસ્તુઓ કેટલી થઈ અને ખરાબ વસ્તુઓ કેટલી થઈ.
ન્યૂઝ કે ઈન્ફોર્મેશનની રીતે જોઈએ તો જૂના વર્ષમાં વિશ્વભરમાં અનેક ઘટનાઓ ઘટી, કેટલીક જગ્યાએ યુદ્ધ થયું અને કેટલાક દેશો આપત્તિનો ભોગ બન્યા. દેશ અને દુનિયામાં આ વર્ષમાં અનેક આંદોલનો પણ જોવા મળ્યા.
ભારતમાં ઘણી મોટી રાજકીય ઘટનાઓ બની, દેશમાં ક્યાં ક્યાં ચૂંટણી યોજાઈ, કોણ જીત્યું અને કોણ હાર્યું? આ વર્ષ કોના માટે ખાસ રહ્યું અને કોણ નિરાશ થયું ? વર્ષના અંત પહેલા અમે તમને આ વર્ષ દરેક મહત્વના સમાચાર ફરી એકવાર જણાવીશું.
મનોરંજનની દુનિયામાં વીતેલું વર્ષ કેવું રહ્યું, કઈ ફિલ્મ બ્લોક બસ્ટર રહી, કઈ નિષ્ફળ નીવડી? ઓટીટી પર કોણ હિટ રહ્યું અને કોણ ફ્લોપ? અમે તમારા માટે મનોરંજન જગતના દરેક સમાચાર લાવતા રહ્યા છીએ. આ ચાલુ વર્ષ પૂર્ણ થવાના આરે છે. તેથી ફરી એકવાર તમને વર્ષની બધી મહત્વની ઘટનાઓ કહેવાનો સમય છે.
રમતગમતના સમાચાર હોય કે બિઝનેસ સંબંધિત સમાચાર હોય, કરિયરના ન્યૂઝ હોય કે સોના-ચાંદીના, ટેક્નોલોજી હોય કે નેશનલ હોય આખા વર્ષનો હિસાબ ફરી એકવાર તમારી સામે હશે. તો આખા વર્ષની માહિતી તમને એક જ ક્લિકમાં મળી રહે માટે જોડાયેલા રહો TV 9 ના ડિઝિટલ પ્લેટફોર્મ પર યર એન્ડર ટોપિક દ્વારા.