ભરૂચ
“ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે. જિલ્લાનાં મુખ્ય પાક તરીકે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળ છે તો મુખ્ય નદીઓમાં નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી છે. ઉઘોગ નગરી તરીકે વિકસેલા આ જિલ્લામાં યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો વિસ્તરેલા છે. ઐતિહાસિક ધોરણે નામના પાત્ર આ જિલ્લામાં મેળાઓ પણ ખુબ ઉજવાય છે કે જેમાં શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો,હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળો મુખ્યત્વે છે. ભરૂચના જોવા લાયક સ્થળોમાં શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર – લખીગામ, દહેજ બંદર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, ઔઘોગિક સંકુલો, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરેનો સમાવેશ થાય છે. આ પેજ પર Bharuch , Bharuch Latest News, Bharuch Business News, Bharuch Sports News, Bharuch News Today, Bharuch News in Gujarati, Bharuch Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “