હવામાન

હવામાન

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. જેના પગલે ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે. જ્યારે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમીનું તાપમાન અંગે આગાહી કરવામાં આવે છે. જેને આપણે સાદા શબ્દોમાં કહીએ તો હવામાન વિશે આગાહી કરી એમ કહેવાય છે.

Read More

આજનું હવામાન : રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડીનું જોર વધશે.

આજનું હવામાન : હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, આ જિલ્લાઓ ઠંડાગાર બનવાની આગાહી, જુઓ Video

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતના દરેક જિલ્લામાં 2-3 ડિગ્રી પારો ગગડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા વધુ 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજનું હવામાન : ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર ! હવામાન વિભાગે કરી મોટી આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં બે દિવસ વાતાવરણ યથાવત્ રહે તેવી આગાહી કરવામાં આવી છે.જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

આજનું હવામાન : ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જુઓ Video

હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડીની આગાહી કરી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.

આજનું હવામાન : ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર, કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો થશે અનુભવ, જુઓ Video

રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. આજે અમદાવાદ, અરવલ્લી, બોટાદ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર, આ વિસ્તારોમાં AQI-400ને પાર, જુઓ Video

અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે હોવાનું સામે આવ્યુ છે. જેને રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવશે.

આજનું હવામાન : સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.અમદાવાદ સહિત કેટલા જિલ્લાઓમાં 19 ડિગ્રી કરતા પણ ઓછુ ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આજનું હવામાન : રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે. બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુનો પણ અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

આજનું હવામાન : સ્વેટર અને શાલ રાખજો તૈયાર, દરિયાકાંઠાના જિલ્લાઓમાં પારો ગગડવાની આગાહી, જુઓ Video

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડે તેવી આગાહી કરી છે. તેમજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ બેવડીઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

આજનું હવામાન : ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂં વાતાવરણ રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે.

કુદરતનો કરિશ્મા કે કહેર ? સાઉદી અરેબિયાના રણમાં અચાનક કેમ પડ્યો બરફ ?

રણમાં બરફ પડવા લાગે તો નવાઈ લાગવી સ્વાભાવિક છે. સાઉદી અરેબિયાના અલ-જૌફ વિસ્તારમાં પણ આવું જ બન્યું છે. આ વિસ્તારમાં પહેલીવાર ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

કયા ગયો શિયાળો ? ગુજરાતમાં હજુ પણ ગરમી, જાણો ગુજરાત સહિતના 10 રાજ્યોની હવામાન સ્થિતિ

સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. રાજકોટમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાનના ના ઉત્તરીય ભાગોમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.

આજનું હવામાન : ગુજરાતવાસીઓ હવે સ્વેટર અને ટોપી તૈયાર રાખજો, આ તારીખથી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video

રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે.

આજનું હવામાન : જાણો તમારા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તન આવે તેવી સંભાવના છે.

આજનું હવામાન : રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની સંભાવના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">