અમદાવાદ: શહેરની બે શાળાઓને સ્વેટર અંગે ફટકારાઈ નોટિસ, ખુલાસામાં યોગ્ય કારણ ન જણાવે તો થશે દંડ, જુઓ Video
અમદાવાદની ઓઢવની સુજ્ઞાન શાળા અને વિરાટનગરની સેન્ટ માર્ક શાળાને સ્વેટર સંબંધિત નિયમો ભંગ બદલ નોટિસ અપાઈ છે. વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા અને નિશ્ચિત દુકાનમાંથી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતો હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઈ છે. શાળાઓને વિદ્યાર્થી દીઠ ₹10,000નો દંડ કેમ ન કરવો તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરની બે શાળાઓને સ્વેટર વિશે નોટિસ ફટકારાઈ છે. શહેરના ઓઢવ વિસ્તારની સુજ્ઞાન શાળા અને વિરાટનગરની સેન્ટ માર્ક શાળાને નોટિસ ફટકારાઈ છે. વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા કહ્યાનું ફરિયાદ મળી હતી. નિશ્ચિત દુકાનમાંથી જ સ્વેટર ખરીદવા આગ્રહ રખાતો હોવાની પણ ફરિયાદ સામે આવી હતી. આ ફરિયાદના આધારે બંને શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારી દેવાઈ છે.
શાળાને વિદ્યાર્થી દીઠ રૂપિયા 10,000નો દંડ કેમ ન આપવો તે વિશે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. તો સ્વેટર વિશે આગ્રહ ન રાખવો આવી સૂચના હોવા છતાં આ બંને શાળાઓ સ્વેટર વિશે આગ્રહ સેવતી હતી. ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખતી હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદના આધારે જ આ બંને શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારાઈ છે. ઓઢવ અને વિરાટનગરની આ બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો એક પરિપત્ર છે અને એ પરિપત્ર મુજબ કોઈપણ શાળા શિયાળામાં વિદ્યાર્થીઓને પર્ટીક્યુલર કલરના સ્વેટર પહેરીને આવવા માટે ફરજ ના પાડી શકે અને એ અંગેનો પરિપત્ર ગયા વર્ષે પણ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ સૂચના આપવામાં આવી હતી. આમ છતાં પણ શહેરની અનેક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને એ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે કે તેઓ પર્ટીક્યુલર કલરના જ સ્વેટર પહેરીને આવે અને એ સ્વેટરની ખરીદી કોઈ પર્ટીક્યુલર જગ્યા પર જઈને જ એટલે કે એમના દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ શોપ પરથી જ એની ખરીદી કરે એ પ્રકારનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હતો અને આ અંગેની ફરિયાદ વિદ્યાર્થી સંગઠનો દ્વારા અને એ સિવાય કેટલાક વાલીઓ દ્વારા પણ કરવામાં આવી હતી.
આજ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદની બે શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ઓઢવની સુજ્ઞાન સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને નોટિસ આપવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસોમાં આવીને ખુલાસો કરે અને ખુલાસોમાં જો યોગ્ય કારણ નહીં દર્શાવવામાં આવે તો એમને વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાનો દંડ કરવા માટેનું પણ આજે નોટિસ આપવામાં આવી છે એમાં સ્પષ્ટ લખવામાં આવેલું છે
With input : Narendra Rathod
