જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. પાકિસ્તાનમાં જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યા થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી ઈમરાનને ના તો કોઈ મળી શક્યુ છે કે ના તો તેનો કોઈ વીડિયો કે તસવીર જારી કરાઈ છે. તેના પરિવારજનો કે તેમના પુત્રને પણ ઈમરાનને મળવા દેવામાં આવતા નથી. આથી પાકિસ્તાનમાં ઈમરાનની જેલમાં જ હત્યા કરી દેવાઈ હોવાની અફવાએ વેગ પકડ્યો છે.

આ દરમિયાન ઈમરાન ખાનના પુત્ર કાસીમ અને સુલેમાને પણ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની જેલના અધિકારીઓ કંઈક તો એવુ છે, જે છુપાવી રહ્યા છે. જેને ઠીક કરી શકાય તેમ નથી. આ ડર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈમરાન ખાનની જેલમાં જ હત્યા કરી દેવાઈ હોવાની અફવા ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અફઘાન સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાન સાથે કોઈનો સંપર્ક નહીં સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર ઈમરાન ખાનના પુત્રનું કહેવુ છે કે અધિકારી તેમની સ્થિતિ વિશે કંઈક તો છુપાવી જ રહ્યા છે. જેને સુધારી શકાય તેમ નથી. છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમય વિત્યા બાદ પણ ઈમરાન ખાન જીવિત હોવાનો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી. ખાનના પુત્રએ જણાવ્યુ કે દર અઠવાડિયે મિટીંગના કોર્ટના આદેશ છતા પરિવારનો તેમની સાથે પ્રત્યક્ષ...
