ગીર સોમનાથ
“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “