પંજાબના એક દેશી છોકરા થી ભારતનો સૌથી હેન્ડસમ હીરો બનવાની ધર્મેન્દ્રની અનકહી સફર
ધર્મેન્દ્ર કદાચ પહેલા એવા મોટા સ્ટાર હતા જેનો કલ્ટ એક મેલ સેન્સ્યુઆલિટી (પુરુષ કામુકતા) પણ હતી. કેમેરા પણ તેમના પ્રેમમાં ડૂબેલો લાગતો હતો, મહિલાઓ માટે પણ તેઓ ક્રશ હતા. ધર્મેન્દ્ર કેમેરા સામે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેની આ ક્વોલિટીનું ચિત્રણ કરતા હતા. ધર્મેન્દ્રના આવ્યા પહેલાંની ફિલ્મોમાં તમે ભાગ્યે જ એવા દ્રશ્યો જોયા હશે જ્યાં હીરોની બોડી, તેના બાયસેપ્સ અથવા પહોળી છાતી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવી હોય. ધર્મેન્દ્રએ જૂના હિરોના તમામ પેરામીટર્સ તોડી નાખ્યા અને પોતાની અલગ જ સ્ટાઈલ સ્થાપિત કરી. જે તેમના બાદ આવેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન અને રણબીર કપૂર સુધી જોવા મળી રહી છે.

ધર્મેન્દ્રએ જે સમયે ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો ત્યારે મહેનત કરનારા લોકોનો દૌર ચાલી રહ્યો હતો. લોકોને ફિલ્મોમા આદર્શવાદ, સોશિયલ મેસેજ કે લેક્ચરબાજી અને વધુ પડતા ડ્રામા કરતા મનોરંજન જોઈતુ હતુ. એ સમયે એન્ટ્રી થાય છે ધર્મેન્દ્રની અને તેમણે તેમની એક આગવી ઓળખ અને સ્થાન બનાવ્યુ. જેના કિરદારમાં સામાન્ય માણસ પણ પોતાને કનેક્ટ કરી શકે. એક એવો હિરો જે મહેનતુ છે, ગુસ્સો પણ ખૂબ કરે છે, ખડખડાટ ખુલીને હસે છે. જે બહુ મોટા પરદાનો નાયક તો નથી પરંતુ મોટા પરદા પર જનતાનો પ્રતિનિધિ છે. પંજાબથી આવેલા આ દેશી યુવકની બોડી લેંગ્વેજ પણ રફ એન્ડ ટફ હતી. તેના એક્સપ્રેશન્સમાં સિનેમાના અભ્યાસમાંથી આવેલી શાલીનતા તો નહોંતી પરંતુ એક અક્કડપણુ અને એક અલહડપણુ જરૂર હતુ. માસ સિનેમાની શોધ પહેલાનો રિયલ માસ હિરો ધર્મેન્દ્ર 1950-60ના એ દશકમાં હિંદી ફિલ્મોના હિરો મોટાભાગે કોટ...
