છોટા ઉદેપુર
“છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા 1743માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ 1948ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બ્ર 2012 રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની જાહેરાત કરી હતી. સુખી ડેમ, છોટાઉદેપુર મ્યુઝિયમ, કાલી નિકેતન , સ્વામિનારાયણ મંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આ જિલ્લામાં આવેલા છે. આ પેજ પર Chhota Udaipur , chhotaudepur latest News , chhotaudepur Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “