સાબરકાંઠા
“સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લા રાજસ્થાન રાજ્યનો સરહદી જિલ્લો છે. નવેમ્બર-1956માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું. ઘ્વિભાષી રાજયનું વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો. 1 લી મે 1960ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો. જોવાલાયક સ્થળની વાત કરીએ તો ઈડરનો ગઢ, ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર, સપ્તેશ્વર, વિરેશ્વર, પોળોનું જંગલ, ગુણભાંખરી (ચિત્રવિચિત્રનો મેળો) ઘણા પ્રખ્યાત છે. આ પેજ પર Sabarkantha , Sabarkantha News in Gujarati, Sabarkantha NNews Today, Sabarkantha News, Sabarkantha Latest News, Sabarkantha Business News, Sabarkantha Political News, Sabarkantha Sports News વિસ્તૃત રીતે મળે છે. “