Breaking News: અંબાજી મંદિરની સ્થાપના બાદનો મોટો નિર્ણય, ગુજરાત હાઇકોર્ટના એક હુકમથી લાખો ભક્તોમાં ખુશીનો માહોલ – જુઓ Video
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આ એક નિર્ણયથી ભક્તોમાં ખુશીઓ છવાઈ છે અને હવે વધારે ભક્તોને દર્શન કરવાની તક મળશે, તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતના શક્તિપીઠ એટલે કે અંબાજી મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ આપ્યો છે કે, હવે નવરાત્રિની આઠમના દિવસે થતી વિશેષ પૂજા અને દર્શન માત્ર દાંતા મહારાજા તેમજ તેમના વંશજો પૂરતી મર્યાદિત રહેશે નહીં. હવેથી પૂજા અને દર્શનનો લાભ સામાન્ય ભક્તોને પણ મળશે.
જણાવી દઈએ કે, અત્યાર સુધી આ અધિકાર માત્ર દાંતા મહારાજાના પરિવાર સુધી મર્યાદિત હતો. હાઇકોર્ટના આ નિર્ણય પછી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે નવરાત્રિની આઠમના દિવસે વધારે માત્રામાં ભક્તો માતા અંબાના દર્શન કરી શકશે.
મંદિર ટ્રસ્ટ અને તંત્ર હવે ભક્તોની સુવિધા માટે નવી વ્યવસ્થા ગોઠવશે. કુલ મળીને આ નિર્ણયને અંબાજી મંદિરના ઈતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ અને ભક્તોના હિતમાં લેવાયેલું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
