રાજકોટવાસીઓ હોટલમાં અસલી પૈસા આપી ખાઇ રહ્યા છો નકલી પનીર અને ઘી, જુઓ Video
લોકો રજાઓમાં કે તહેવારો દરમિયાન રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હોય છે. ત્યારે તેમને ખબર નથી હોતી કે, તે જે અસલી અને ડબલ ગણા પૈસા આપી હોટલમાંથી જે ડીશ માંગવી છે, તેની તમામ આઈટમો નકલી છે. કારણ કે, હાલમાં જ રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે રાજકોટના વિવિધ સ્થળોએથી અખાદ્ય જથ્થો ઝપ્ત કર્યો છે.
ઉત્તરાયણ તેમજ ન્યુયરને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવારની ઉજવણીમાં કોઈને વાસી ખોરાક કે ગુણવત્તા વિનાની ખાદ્ય સામગ્રી ન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટના 19 સ્થળોએ ચેંકિગ હાથ ધર્યું હતુ. અનેક સ્થળોએથી નકલી પનીર અને ઘી મળી આવ્યું છે. ત્યારે જો તમે પણ નકલી પનીર કે નકલી ઘી ખાતા હોય તો પહેલા સાવધાન રહેજો. કારણ કે, રાજકોટ શહેરમાં અનેક સ્થળેથી ફૂડ વિભાગે અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે.
વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે. શ્રી રામ ડેરી અને બજરંગ ડેરીના ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટનું પનીર પણ અખાદ્ય નીકળ્યું છે. 19 સ્થળેથી ખાદ્ય વિભાગે નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.જેમાંથી 4 નમૂના ફેઈલ થતાં વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ટીમે ડેરી,રેસ્ટોરન્ટ સહિતની દુકાનમાં તપાસ કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. કુલ 19 સ્થળેથી ખાદ્ય વિભાગે નમૂના લીધા હતા. જેમાંથી 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. નમૂનાની તપાસમાં જો કોઈ ક્ષતિ બહાર આવશે તો ઉત્પાદકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
