આકાશમાં પણ મજબૂત થશે ગુજરાત, સ્પેસ ઈકોનોમીમાં અગ્રણી રાજ્ય બનવા ગુજરાતે 6 MOU સાઈન કર્યા
ભારતના વિકસતા સ્પેસ ઈકોનોમી ક્ષેત્રે પણ અગ્રણી બનવા ગુજરાતે એક મહત્વપૂર્ણ ડગ માંડ્યું છે. "Gujarat SpaceTech Round Table" નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતે સાયન્સ ટેકનોલોજી અને ઈકોનોમીના નવા ઊભરતા ક્ષેત્ર, સ્પેસ સેક્ટરમાં વૃદ્ધિ અને ઈનોવેશનમાં પ્રોત્સાહન માટે વ્યૂહાત્મક પહેલ કરી છે. જેના ભાગરૂપે સ્પેસ ઈકોનોમી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે MOU સાઈન કર્યા હતા.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે ગુજરાતને સ્પેસ સેકટરમાં પણ નંબર વન બનાવવા માટે 6 અગ્રણી સ્પેસ ટેક કંપનીઓ સાથે MOU સાઈન કર્યા હતા.

ગુજરાત સરકારે રચેલા, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક મિશન (GSEM) એ રાજ્ય સરકારની એક વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક, સેમિકન્ડકટર અને સ્પેસ ટેક મેન્યુફેકચરીગ માટે વિશ્વસ્તરીય ઇકોસિસ્ટમ બનાવવાનો છે.

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક મિશને, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેકચરીગ (ESDM), સેમિકન્ડકટર ફેબ્રિકેશન, અને સ્પેસ ટેક ઈનોવેશન માટે ગુજરાતને અગ્રણી રાષ્ટ્રીય હબ તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મજબૂત પોલિસી ફ્રેમવર્ક, ઉદ્યોગ ભાગીદારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે, GSEM ગુજરાતના ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપમાં વ્યવસાયો, ઇનોવેટર્સ અને રોકાણકારોને ખીલવા માટે તકો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી, વન અને પર્યાવરણ, મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં, ગુજરાત સરકારે Optimized Solutions, Catalyx, Piersight Space, Spantrik, Satleo Lab, અને Orbit Space જેવી છ અગ્રણી SpaceTech કંપનીઓ સાથે Memoranda of Understanding (MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ પદે - હાઈ ઈમ્પેક્ટ Business-to-Government (B2G) બેઠક યોજાઈ હતી. આ બેઠકે ઉદ્યોગ જગતના નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે ગુજરાતના સ્પેસ સેક્ટર માટેના વ્યૂહાત્મક વિઝનને અમલમાં મૂકવા માટે ઊંડા જોડાણનું મંચ પૂરું પાડ્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
