પ્રેમ હોય તો આવો, પતિ ચાંદ જોવા પત્નીને વિમાનમાં બેસાડી આકાશમાં લઇ ગયો અને કરવા ચોથનું વ્રત તોડ્યું
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કોમેડી શો, "ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો" ની સીઝન 4 માં પ્રથમ મહેમાન બની હતી. શોમાં, તેમણે તેના પતિ નિક જોનાસ વિશે પણ વાત કરી અને તેના કરવા ચોથના ઉપવાસ વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો.

હાલમાં ફેમસ કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. હવે તેનો કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિન કપિલ શોની સીઝન 4 પણ શરુ થઈ ચૂકી છે. નેટફ્લિકસ પર આ સીઝન 20 ડિસેમ્બરના રોજ શરુ થઈ હતી. કપિલના શોની પહેલી ગેસ્ટ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બની હતી.તેમણે રસપ્રદ વાતો શોમાં શેર કરી હતી. તેમાંથી એક પ્રિયંકા ચોપરાએ કરવા ચોથના વ્રત વિશે ખુલાસો કર્યો હતો.
પ્રિયંકા ચોપરાએ કપિલ શર્માના શો પર પતિ નિક જોનસને લઈ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, અનેક હોલિવુડ પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2018માં હોલિવુડ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા અમેરિકામાં સેટલ થઈ છે. વિદેશમાં રહેતી હોવા છતાં તે સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. પતિ સાથે તે પોતાના દરેક તહેવાર સેલિબ્રેટ કરે છે તેમજ નિક જોનસ માટે તે કરવા ચોથનું પણ વ્રત રાખે છે. એક વખત પ્રિયંકા ચોપરાએ વાદળોની વચ્ચે જઈ પોતાનું વ્રત ખોલ્યું હતુ.
View this post on Instagram
નિકને પસંદ છે કરવા ચોથનું વ્રત
પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો કે, કરવા ચોથ તેના પતિ નિક જોનસને ખુબ પસંદ છે. પ્રિયંકાએ કહ્યું આ વ્રત તેમને ખુબ પસંદ છે.
નિક તેને વિમાનમાં લઈ ગયો
એકવાર, કરવા ચોથ પર, જ્યારે નિક જોનાસ અને પ્રિયંકા ચાંદો જોઈ શક્યા ન હતા, ત્યારે પતિ અભિનેત્રીને ચાંદો જોવા માટે વિમાનમાં લઈ ગયો. અભિનેત્રીએ કહ્યું, “એકવાર, તેઓ એક સ્ટેડિયમમાં હતા, અને ત્યાં એક શો ચાલી રહ્યો હતો. ચંદ્ર દેખાતો ન હતો વાતાવરણ વાદળછાયું હતું, અને વરસાદ પડવાનો હતો. ત્યાં 60,000 થી 70,000 લોકો હતા, અને શો ચાલી રહ્યો હતો. 10 વાગ્યા , 11 વાગ્યા પરંતુ ચંદ્ર દેખાતો ન હતો. તે ખૂબ જ રોમેન્ટિક વાત છે, હું તમને કહું છું. તે મને વાદળોની ઉપર તેના વિમાનમાં લઈ ગયો, અને અમે ત્યાં મારું વ્રત તોડ્યું હતુ.
