અમદાવાદમાં ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2026ને લઈ. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ. આ વખતે ટિકિટના ભાવમાં. 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં ટિકિટનો દર 80 રૂપિયા રહેશે. તો શનિ-રવિ અને જાહેર રજાના દિવસોમાં. મુલાકાતીઓએ 100 રૂપિયા ચુકવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો. મફતમાં ફ્લાવર શોની મજા માણી શકશે. તો. AMC સંચાલિત શાળાના વિદ્યાર્થીઓને પણ. ફ્રીમાં એન્ટ્રી અપાશે. અમદાવાદના ફ્લાવર-શોની ટિકિટના ભાવ વધ્યા. સામાન્ય દિવસોમાં ટિકિટના ભાવ 80 રૂપિયા. અને શનિ-રવિના રજાના દિવસોમાં ટિકિટનો ભાવ 100 રૂપિયા કરાયો. ગત વર્ષ કરતાં 10 રૂપિયા મોંઘી થઈ ટિકિટ. જ્યારે પ્રાઈમ સ્લોટની ટિકિટનો ભાવ 500 રૂપિયા આ ભાવ 12 વર્ષથી ઓછી ઉમંર ધરાવતા બાળકો મફતમાં ફ્લાવર શોની મજા માણી શકશે. સાથે AMC સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં અને અન્ય શાળાના વિદ્યાર્થી માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. સાથે સૈનિકો અને દિવ્યાંગો ફ્લાવર-શો ફ્રીમાં જોઈ શકશે. આ ઉપરાંત ગત વર્ષના જેમ આ વર્ષે પણ. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 પ્રાઈમ સ્લોટ રાખવામાં આવ્યો છે. જેમાં લોકો ભીડભાડ વગર ફ્લાવર શો માણી શકશે. જેની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે.