TGES શાળા એક નવા વિવાદમાં સપડાઈ ! જૂનાગઢ પ્રવાસ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો આક્ષેપ – જુઓ Video
રાજકોટની જાણીતી TGES શાળા વિવાદમાં આવી છે. જૂનાગઢ પ્રવાસમાંથી પરત ફરેલા અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં ફૂડ પોઈઝનિંગના ગંભીર આક્ષેપો વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે.
રાજકોટની જાણીતી TGES (The Galaxy Education System) શાળા એક નવા વિવાદમાં સપડાઈ છે. વાલીએ શિક્ષણ અધિકારીને આપેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે, 19 મી તારીખે શાળામાંથી વિદ્યાર્થીઓને જૂનાગઢ પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.
જો કે, આ પ્રવાસ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાયા હતા. વાલી મુજબ, પ્રવાસ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવો શરૂ થયો હતો. આ ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યની ટીમ બનાવી છે.
આ ટીમ શાળાની મુલાકાત લઈ પ્રવાસ દરમિયાન પાલન કરાયેલા નિયમો, ફૂડ સેફટી અને સલામતી સંબંધિત મુદ્દાઓની વિગતવાર તપાસ કરીને અહેવાલ રજૂ કરશે. ઘટનાને લઈને હવે શાળા પ્રશાસન પર અનેક પ્રશ્નો ઊભા થયા છે અને તપાસના પરિણામો પર સૌની નજર છે.
