સિંધુભવન રોડ પર કાયદાના ધજાગરા ! મારામારીથી લઈને સ્ટંટ સુધીના 4 વીડિયો વાયરલ, પોલીસની કામગીરી પર ઊભા થયા ‘સવાલો’ – જુઓ Video
અમદાવાદનો સિંધુભવન રોડ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. અહીં જાહેર માર્ગ પર સતત ગુંડાગીરી અને કાયદાના ઉલ્લંઘનના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
અમદાવાદના સિંધુભવન રોડ પર છેલ્લા કેટલાક સમયથી સીન સપાટા જેવા બનાવો વધી રહ્યા છે. જાહેર માર્ગ પર કાયદાની ખુલ્લેઆમ અવગણના કરતા ઘણા વીડિયો વાયરલ થયા છે. ડિસેમ્બર મહિનામાં અહીં બનેલી ઘટનાઓના ત્રણ વીડિયો સામે આવ્યા છે, જેમાં બે જુદા જુદા ઝઘડાના વીડિયો પણ છે.
બે યુવકો વચ્ચે થયેલી મારામારીને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે મહિલાઓ વચ્ચે થયેલી ઝપાઝપીનો વીડિયો પણ સામે આવ્યો છે. આટલું જ નહીં, સ્ટંટબાજોએ જાહેર માર્ગ પર બેદરકારી પૂર્વક સ્ટંટ કરી રસ્તો બંધ જેવી સ્થિતિ ઊભી કરી દીધી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બીજા વીડિયોમાં જોવા મળે છે કે, રીલ બનાવવાની ઘેલછામાં કેટલાક યુવકો બાઈક પર ખતરનાક સીન સપાટા કરતા દેખાઈ રહ્યા છે. એક યુવક પોતાની બાઈક પર ઊભો રહીને રીલ બનાવે છે, ત્યારે તેની સાથે બીજો યુવક પણ બાઈક પર બેઠેલો જોવા મળે છે.
આ બેદરકારીભર્યા કૃત્યોના વીડિયો વાયરલ થતાં ટ્રાફિક નિયમોની ખોટી અવગણના અને પોલીસની કાર્યવાહી અંગે પ્રશ્નો ઊભા થયા છે. લોકો હવે પૂછવા લાગ્યા છે કે, જાહેર રસ્તાઓ પર આવી સ્ટંટબાજી અટકાવવા કડક પગલાં કેમ લેવામાં આવતા નથી?
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
