નાતાલના તહેવાર પૂર્વે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટ્યા છે. નાતાલની પૂર્વ સંધ્યાએ હોટલો દ્વારા બુફે ડિનર, ડાન્સ અને પાર્ટી સહિતના વિશેષ આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને દરેક વયજૂથના પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.