આણંદ
આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. 1997 માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો. આણંદ જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક વહીવટી જિલ્લો છે અને તેને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે. તેને ૧૯૯૭માં ખેડા જિલ્લામાંથી જુદો કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાનું વડું મથક છે. તેની ઉત્તરમાં ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જીલ્લો, પશ્ચિમે અમદાવાદ જીલ્લો અને દક્ષિણમાં ખંભાતનો અખાત છે. મુખ્ય શહેરોમાં ખંભાત, તારાપુર, પેટલાદ અને સોજીત્રા છે.આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રસિદ્ધ બન્યું છે. આ શહેર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ, જે દૂધને એકત્ર કરવા માટે અમુલ અને સહકારી કામગીરી માટે પિતૃ સંગઠન છે), ભારતના એનડીડીબી, જાણીતા બિઝનેસ સ્કૂલ – ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા (IRMA), વિદ્યા ડેરી અને આણંદ કૃષિ યુનિવર્સિટી અન્ય પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર વલ્લભવિદ્યાનગર, આણંદના શૈક્ષણિક ઉપનગર છે, જ્યાં સમગ્ર ભારતમાંથી લગભગ 50000 વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવે છે.આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા બોલવામાં આવતી ભાષાને પણ ચરોતરી તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ “ચારુ” પરથી આવેલ છે, જેનો અર્થ છે, “સુંદર”. આ ભૂમિ એટલી ફળદ્રુપ, ઉપજાઉ અને હરિયાળી થી હરી-ભરી છે કે આંખોને ઠંડક આપે છે અને તેથી જ તે ચરોતર તરીકે ઓળખાય છે. આણંદ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ જન્મભૂમિ રહી છે. ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઈ પટેલ પણ આણંદના કરરમસદ નગરના જ પનોતા પુત્ર હતા. અમુલ, શિક્ષણધામ વલ્લભ વિધાનગર, ઇરમા અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના કારણે પ્રખ્યાત આણંદ જિલ્લામાંથી સૌથી વધુ બિન-નિવાસી ગુજરાતી કુટુંબો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે. 2011 ની વસતી ગણતરી મુજબ આણંદ જીલ્લાની વસ્તી 20,92,745 છે. આણંદ જિલ્લાના જોવા લાયક સ્થળોમાં કરમસદ , સરદાર પટેલ યુનિવર્સીટી, આણંદ કૃષિ યુનિવર્સીટી, અમુલ ડેરી , સંતરામ મંદિર, વડતાલ, લાંભવેલ હનુમાન, બોચાસણ જેવા સ્થળનો સમાવેશ થાય છે. આ પેજ પર Anand News, Anand News Today, Anand Gujarati News, Anand Gujarati News, Anand News in Gujarati, Anand Political News, Anand latest News, Anand Business News, Anand Sports News, Anand Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.