KKR દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ ખર્ચને લઈને વિવાદ, સુશાંત મહેતાના દાવાથી ચર્ચાએ વેગ પકડ્યો- જુઓ Video
તાજેતરમાં સ્પોર્ટ્સ એનાલિસ્ટ સુશાંત મહેતાના એક દાવા બાદ IPL અને ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. તેમના જણાવ્યા અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ રકમ ખર્ચવામાં આવી રહી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે.
સોશિયલ મીડિયા પર ઉઠતા પ્રશ્નોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા હુમલાઓ અને ભારતવિરોધી ભાવનાઓ વચ્ચે પણ IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તાફિઝુર રહમાનને IPLમાં રમવાની મંજૂરી આપવાને લઈને ચર્ચા થઈ રહી છે. આ સાથે જ કેટલાક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે જેમ પાકિસ્તાની ખેલાડીઓ પર IPLમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેવી જ રીતે બાંગ્લાદેશી ખેલાડીઓ પર પણ પ્રતિબંધ લાદવો જોઈએ. આ મુદ્દે સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે અને ઘણા યુઝર્સે બીસીસીઆઈના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.
બાંગ્લાદેશના ખેલાડી ઉપર કેકેઆર દ્વારા કરોડો રુપિયા ખર્ચીને આઈપીએલમાં રમાડવા સામે વિરોધના વમળ સર્જાયા છે. હાલમાં એક તરફ બાગ્લાદેશમાં ભારતીયો અને ભારતીય દૂતાવાસને નિશાન બનાવીને ભારતીયો સામે હિંસા આચરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં બાગ્લાદેશી ક્રિકેટરોને ભારતની ધરતી ઉપર રમાડીને લખલૂટ કમાણી કરાવવા સામે સવાલ સર્જાયા છે.
કેટલાક વર્ગોમાં એવો સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું બાંગ્લાદેશી ખેલાડીઓ IPLમાંથી મળતી આવકનો કોઈ રીતે દુરુપયોગ કરે છે? જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુરાવા કે અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી. ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે IPL એક વ્યાવસાયિક લીગ છે, જ્યાં ખેલાડીઓની પસંદગી તેમની રમતગમતની ક્ષમતા, ટીમની જરૂરિયાત અને લીગના નિયમો અનુસાર થાય છે.
આ મામલે BCCI કે IPL ફ્રેન્ચાઇઝીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ આ મુદ્દો મુખ્યત્વે જાહેર ચર્ચા અને સોશિયલ મીડિયા સુધી સીમિત રહ્યો છે.
દરેક બેભાન વ્યક્તિને CPR આપવું યોગ્ય નથી, જાણો નિષ્ણાતોની સલાહ, વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

