અનામી ભક્તની અનોખી ભેટ : અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યામાં આવેલા શ્રીરામ મંદિરને ભગવાન રામના એક અજાણ્યા ભક્ત તરફથી વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી છે. આ ભક્તે સોનાં-ચાંદી તેમજ હીરા-ઝવેરાતથી સજ્જ એક અદ્ભુત મૂર્તિ મંદિરને સમર્પિત કરી છે. અંદાજ મુજબ આ ભવ્ય મૂર્તિની કિંમત લગભગ રૂપિયા 30 કરોડ જેટલી હોવાનું જણાવાય છે. મૂર્તિનું તેજ અને ઝળહળાટ નજરને આકર્ષી લે એવો છે. આ મૂર્તિ આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી હોવાનું જાણવા મળે છે.
અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ભગવાન શ્રી રામ લલ્લાની એક વિશેષ અને ભવ્ય પ્રતિમાની સ્થાપના થવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રતિમા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવી છે અને તેને યાત્રી સુવિધા કેન્દ્ર વિસ્તારમાં આવેલા સંત તુલસીદાસ મંદિર પાસે, અંગદ ટીલા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે.
આ પ્રતિમા સામાન્ય નથી, પરંતુ સોના, હીરા અને વિવિધ કિંમતી રત્નોથી સુશોભિત એક વિશિષ્ટ કળાકૃતિ છે. કર્ણાટકમાં તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાને વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે અયોધ્યા લાવવામાં આવી હતી. આશરે પાંચ ક્વિન્ટલ વજન ધરાવતી આ પ્રતિમાની કિંમત કરોડો રૂપિયામાં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પ્રતિમાની સ્થાપના પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં તેનું વિધિવત અનાવરણ કરવામાં આવશે. આ પ્રતિમાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે અયોધ્યાના ધાર્મિક તથા સાંસ્કૃતિક વૈભવમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે.
અયોધ્યામાં રામ મંદિરનો બીજો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ દરમિયાન કર્ણાટકનાં એક અનામી ભક્તે એક મૂર્તિ ભેટમાં આપી છે જેને જોઇને લોકોની આંખો અંજાઇ ગઇ છે. આ મૂર્તિ 10 ફૂટ ઉંચી અને 8ફૂટ પહોળી છે. જેની કિંમત 30 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ મૂર્તિનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલીથી કરવામાં આવ્યુ છે. અહેવાલો અનુસાર, સંત તુલસીદાસ મંદિરની નજીક અંગદ ટીલા ખાતે મૂર્તિની સ્થાપના માટે વિચારણા ચાલી રહી છે. સ્થાપન પહેલાં એક અનાવરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં દેશભરના સંતો અને મહંતોને આમંત્રિત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રતિમા મોકલનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી. એવો અંદાજ છે કે પ્રતિમાનું વજન 5 ક્વિન્ટલ હશે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

