ખેડા
“ખેડા જીલ્લાનું નામ જીલ્લામાં આવેલ ખેડા નામના નગર પરથી લેવામાં આવેલ છે કે જે વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાન પર વિકસિત જમીન પર વસેલું છે. અંગ્રેજો તેને કૈરા તરીકે ઓળખતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ખેટક તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર વિસ્તાર ખુબ જ ફળદ્રુપ અને સમૃદ્ધ જમીન ધરાવે છે. આ પ્રદેશમાં રહેતા લોકો ધ્વારા બોલાતી બોલી પણ ચરોતરી કહેવાય છે. 1997ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો.જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા હતા.20મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં 1917-18નો ખેડા સત્યાગ્રહ, 1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું. 2011ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી 22,99,885 નોંધાઈ હતી. ઈ.સ. 1583 માં રાણી એલીઝાબેથના ખંભાતના રાજા અકબર સાથેના પત્ર વ્યવહારથી ભારતમાં વેપાર શરૂ કરવાના ઈરાદાથી ત્રણ અંગ્રેજ વેપારી ભારત આવ્યા. વેપાર કરવાના તેમના પ્રથમ પ્રયત્નો સફળ થયા પરંતુ પોર્ટુગીઝે તેમને અસફળ બનાવ્યા અને જેલ ભેગા કર્યા. જોકે ઈ.સ. 1613માં અંગ્રેજ વેપારીઓને ફેકટરી શરૂ કરવાની પરવાનગી મળી અને ઈ.સ. 1616 માં પોર્ટુગીઝને ખંભાત શહેરમાંથી કાઢી મુકયાં. ખેડા જિલ્લાનો કેટલોક ભાગ ઈ.સ. 1803માં અંગ્રેજ શાસન હેઠળ આવ્યો અને બાકીનો ઈ.સ. 1817માં આવ્યો. આ પેજ પર Kheda News, Kheda Latest Update , Kheda News in Gujarati, Kheda Political News, Kheda Business News, Kheda Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “