AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે મુંબઈ જવાના કે ગુજરાત આવવાના છો તો ધ્યાન રાખજો, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાના કારણે અનેક ટ્રેન થશે પ્રભાવિત

પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. આના કારણે અમદાવાદ ડિવિઝન થી દોડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

તમે મુંબઈ જવાના કે ગુજરાત આવવાના છો તો ધ્યાન રાખજો, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાના કારણે અનેક ટ્રેન થશે પ્રભાવિત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2025 | 4:31 PM
Share

પશ્ચિમ રેલવે દ્વારા બોરીવલીથી કાંદિવલી વચ્ચે છઠ્ઠી રેલવે લાઈન નાખવામાં આવનાર છે. રેલવે પાટા નાખવાના કામને કારણે, નોન-ઇન્ટરલોકિંગ કાર્યને લીધે, આગામી 20મી ડિસેમ્બરથી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. જેના કારણે મુંબઈથી ગુજરાત આવતી કે ગુજરાતથી મુંબઈ તરફ જતી ટ્રેન પ્રભાવિત થશે. જેમાં કેટલીક ટ્રેન આંશિક રદ કરવામાં આવશે. જ્યારે કેટલીક ટ્રેનને રિશિડ્યુલ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેટલીક ટ્રેન બોરીવલી ખાતે ઊભી નહીં રહે. જેમા લોકશક્તિ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. આના કારણે અમદાવાદ મંડળ પર થી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

આંશિક રદ થયેલ ટ્રેન

• ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ 19 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. • ટ્રેન નં. 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રિશેડ્યૂલ થયેલ ટ્રેન

• ટ્રેન નં. 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદ થી 27 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક, 10 અને 15 જાન્યુઆરી 2026 ના રોજ 45 મિનિટ અને 16 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ રિશેડ્યૂલ થશે. • ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ થી 28 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક 35 મિનિટ, 11 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ, 16 અને 17 જાન્યુઆરી 2026 ના રોજ 50 મિનિટ રિશેડ્યુલ થશે. • ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 28 ડિસેમ્બર 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 01.00 કલાક રિશેડ્યુલ થશે.

બોરીવલી સ્ટેશને નહીં ઊભી રહે આ ટ્રેન

• ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે. • ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન તે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ 

આ 4 ટ્રેનનું સ્ટેપેજ મળતા કલોલ હવે, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરુ, દિલ્હી રાજસ્થાન, બિહાર સાથે રેલ માર્ગે જોડાયું

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">