સુરત
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
સુરતમાં 25 ખાનગી શાળાઓના રેકર્ડ સાથે ચેડાં !
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
Richest City : દેશના સૌથી અમીર લોકો ક્યાં રહે છે?
સુરતમાં સાયબર ક્રાઈમ રેકેટના 2 આરોપીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ
વૈશ્વિક બજારમાં લેબગ્રોન હીરાની માગ વધતા રત્નકલાકારોની રોજગારી જોખમમાં
નરોડા પોલીસે BLOની કામગીરીના બહાને ફરાર આરોપીની કરી ધરપકડ
દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ પાસેથી મળ્યો ફોન
ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો ! રાજકોટમાં AQI 251 નોંધાયો
સરમુખત્યારશાહી સામે સવાલ, અધિકારીઓની કરતૂત પાછળનું શું છે કારણ?
ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી ! અનેક શહેરમાં AQI 300ને પાર
સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટમાં ખુલાસો, એક સંચાલકની ધરપકડ
આરોપી ચાલુ ગાડીએ ડ્રગ્સનો સપ્લાય કરતો હોવાનો પર્દાફાશ
માત્ર 120 મિનિટમાં અમદાવાદથી મુંબઈ! 508 કિમીની સફર હવે ફક્ત 2 કલાકમાં
સુરત પોલીસ 2400 આરોપીના ડોઝિયર તૈયાર કરશે
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
PM મોદીની જનજાતીય ગૌરવ દિવસ પર કરોડોની વિકાસકાર્યો ભેટ
સુરતમાં PM મોદી મળશે બિહારના વતનીઓને
પોલીસ દ્વારા ભાડૂઆતોની કડક તપાસ હાથ ધરી
RTOની APK ફાઈલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ
Surat : રાંદેર વિસ્તારમાંથી શંકાસ્પદ બિનવારસી બેગ મળી આવતા ખડભડાટ
“સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ 2008માં સુરત 16.5% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે.ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે. આ પેજ પર Surat , Surat Latest News, Surat Business News, Surat Political News, Surat Sports News, Surat Food News સોથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ” “