“અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.26 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.
અરવલ્લી જિલ્લો 15 ઓગસ્ટ 2013 ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો.અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.
આ જિલ્લો 676 ગામો અને 306 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી 12.7 લાખની આસપાસ છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે. અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે.
જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. આ પેજ પર Aravalli News, Arvalli News Today, Aravalli Gujarati News, Arvalli Gujarati News, Aravalli News in Gujarati, Aravalli Political News, Aravalli latest News, Aravalli Business News, Aravalli Sports News, Aravalli Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં વહેલી સવારે કેટલીક જગ્યાએ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ...
ખેતરમાં દાટેલી મળી આવેલી નવજાતના મામલામાં સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) માતા અને પિતાને ઝડપી લીધા છે, તેમની પૂછપરછ દરમિયાન માતાએ હ્રદયદ્રાવક ખુલાસો કર્યો છે. ...
હિંમતનગર (Himmtnagar) ના ગાંભોઈ નજીક આવેલ UGCVCL કચેરી પાસે આવેલ એક ખેતરમાં બાળકી દાટેલી હાલતમાં મળી આવી હતી. તેને જમીનમાંથી બહાર નિકળતા રડવા લાગી હતી. ...
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. વડાલી, ઇડર અને ધનસુરામાં નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ...
નવજાત બાળકી (New Born Baby Girl) ને માતાએ જાણે હ્રદય પથ્થર હોય એમ બાળકીને જીવીત જ જમીનમાં દાટી દીધી હતી, હવે પોલીસે પણ ફરીયાદ નોંધીને ...
ગુજરાતમાં લમ્પી વાયરસનો(Lumpy Virus) વ્યાપ સતત વકરી રહ્યો છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે..આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી ...
શામળાજી મંદિર (Shamlaji Temple) પરિસરને છેલ્લા એક દશકમાં સુંદર બનાવાયુ છે, ત્યારથી સતત નિયત આયોજન મુજબ વિકાસકાર્ય અવિરત રહ્યુ છે. હવે આ ભવ્ય મંદિરમાં લાઈટ ...
બંને મિત્રો દ્વારા સ્વખર્ચ થી શરુઆત કરી મિત્રોની સહાય વડે બીજને ઈડરીયા ગઢ, ધરોઈ ડેમ વિસ્તાર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વૃક્ષોનો ઉછેર થાય એ માટે ...
સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિગ આધારિત બટાકાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, જેને લઈ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈ પોષણક્ષમ ભાવની માંગ કરી છે. ...
સાબરકાંઠાના હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ પણ વિજળીને લઈ સરકારની મહત્વની સિદ્ધીને યાદ કરાવી હતી. તેઓએ કહ્યુ હતુ, જ્યોતિગ્રામ યોજના થકી ગામડાઓમાં 24 ...