Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીગલ એડવાઈઝ

લીગલ એડવાઈઝ

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.

કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.

આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.

Read More

કાનુની સવાલ: Marital Rape શું હોય છે, એ કેવી રીતે સાબિત થાય કે કોઈ સાથે મેરિટલ રેપ થયો છે?

કાનુની સવાલ: Marital Rape વૈવાહિક રેપ એ એવી સ્થિતિ છે, જેમાં પતિ તેની પત્નીની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી જાતીય સંભોગ કરે છે. આ એક ગંભીર શારીરિક, માનસિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર છે. વિશ્વના ઘણા દેશોમાં તેને ગુનો ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં તેની પરિસ્થિતિ કંઈક અલગ છે.

કાનુની સવાલ : મામાને મળેલ નાનાની મિલકતમાં ભાણી-ભાણિયો ભાગ માગી શકે કે નહીં ? જાણો

આજે આપણે કાનુની સવાલમાં વાત કરીશું કે, મામાને મળેલ નાનાની મિલકતમાં ભાણી-ભાણિયો ભાગ માગી શકે કે નહી,તેનો મામાની મિલકત પર શું અધિકાર છે

કાનુની સવાલ: કોઈ પુરુષ કેવી રીતે સાબિત કરી શકે કે સ્ત્રીએ તેના પર રેપ કર્યો છે?

કાનુની સવાલ: ભારતમાં IPC ની કલમ 375 (રેપની વ્યાખ્યા) ફક્ત મહિલા પીડિતોને જ માન્યતા આપે છે. જો કોઈ પુરુષ દાવો કરે છે કે કોઈ સ્ત્રીએ તેના પર Rape કર્યો છે, તો તેણે "રેપ" ને બદલે અન્ય ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવો પડશે.

કાનુની સવાલ : લગ્નના એક વર્ષની અંદર જોઈએ છે છૂટાછેડા, તો સાબિત કરો આ બાબતો

કોર્ટે આગળ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કલમ 14(1) અસાધારણ મામલે આ પ્રતિબંધમાં છૂટ આપે છે. અરજદારને ન્યાયાધીશને તે સાબિત કરવું પડશે કે તેમણે ગેરવર્તણૂક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

કાનુની સવાલ : શું પુરુષો પર પણ રેપ થાય છે? આ અંગે ભારતીય કાયદો શું કહે છે, ગુજરાતમાં પણ બની છે આવી સત્ય ઘટના

કાનુની સવાલ: હા, પુરુષો પર પણ રેપ થઈ શકે છે પરંતુ ભારતીય કાયદામાં આ વિષય પર પરિસ્થિતિ થોડી જટિલ છે. ચાલો આને વિગતવાર સમજીએ - કાયદાઓ, સામાજિક દ્રષ્ટિકોણ, ઘટનાઓ અને ચુકાદાઓ સાથે.

કાનુની સવાલ : લગ્ન પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરો, જાણો શું છે આ પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ

લગ્ન પહેલા છૂટાછેડાનું એગ્રીમેન્ટ કરવું એ વિદેશી કોન્સેપ્ટ છે, પરંતુ ભારતમાં પણ ધીમે ધીમે આ કોન્સેપ્ટ આગળ વધી રહ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, લગ્ન પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં કેમ આવે છે. આખરે આ પ્રી નેપ્ચુઅલ એગ્રીમેન્ટ શું છે,

કાનુની સવાલ: પુત્ર કે પુત્રી પોતાની મરજીથી લવ મેરેજ કરે તો, માતા-પિતા મિલકતનો અધિકાર દૂર કરી શકે?

કાનુની સવાલ: જો કોઈ પુત્ર કે પુત્રી તેના માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે તો શું માતા-પિતા તેને તેમની મિલકતના અધિકારથી દૂર કરી શકે છે? જો હા તો કાયદામાં શું ઉકેલ આપવામાં આવ્યો છે તે કાયદાઓ મુજબ જાણો.

કાનુની સવાલ : જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે?

આ એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પ્રશ્ન છે. જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે? જેનો જવાબ (Indian Succession Law) કેટલાક Landmark Judgementsના આધારે આપી શકાય છે.

કાનુની સવાલ: જો દીકરી ભાગીને લગ્ન કરે તો, પિતાની મિલકત પર દાવો કરી શકે? જાણો શું કહે છે કાયદો

કાનુની સવાલ: જો દીકરી ભાગી ગઈ હોય અને પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોય તો પણ તે કાનૂની વારસદાર તરીકે તેના પિતાની મિલકત પર વારસાનો દાવો કરી શકે છે. આ અધિકાર ભારતીય કાયદા (ખાસ કરીને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

કાનુની સવાલ : શું પુત્રવધૂને તેના સાસુ અને સસરાની મિલકતમાં હિસ્સો મળે છે? જાણો

શું ક્યારેય તમારા મનમાં એવો સવાલ આવ્યો છે કે, સાસુ-સસરાની પ્રોપર્ટીમાં પુત્રવધૂનો કેટલો હક હોય છે ? તો આના વિશે આપણે આજે વિસ્તારથી વાત કરીશું.શું પુત્રવધૂને સીધો સાસુ-સસરાની મિલકત પર હક મળે છે કે નહી.

કાનુની સવાલ : શું તમારા મકાનમાલિકે પણ સિક્યોરિટી ડિપોઝિટ પરત કરી નથી? તો ભાડૂઆતના કાનૂની અધિકારો શું છે, જાણો

ભારતમાં ભાડૂઆતોને સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવવાનો કાનૂની અધિકાર છે.એગ્રીમેન્ટ, પુરાવા અને વાટાઘાટો દ્વારા આ શક્ય છે. જો જરુર પડવા પર કાનૂની નોટિસ ગ્રાહક ફોરમ અથવા કોર્ટનો પણ સહારો લઈ શકો છો.જાગ્રૃત રહેવું ખુબ જરુરી છે.

કાનુની સવાલ : બહેન ક્યારે પોતાના ભાઈની મિલકતમાં હિસ્સો ન માંગી શકે? જાણો કાયદો શું કહે છે?

કાનુની સવાલ: આપણા હિન્દુ ધર્મમાં હવે બહેન અપરિણીત હોય કે તેમના મેરેજ થઈ ગયા હોય પરંતુ પિતાની મિલકતમાં તેનો હક બને છે. પરંતુ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં બહેનનો હક ક્યારે પણ લાગતો નથી અને તે ભાઈ પાસેથી મિલકતમાં ભાગ માંગી શકતી નથી. તો ચાલો જોઈએ કે કેવી પરિસ્થિતિમાં બહેન ભાગ ન માંગી શકે.

કાનુની સવાલ: જો પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન હોય તો કેટલા દિવસ માટે છૂટાછેડા મળી શકે છે?

કાનુની સવાલ: ભારતમાં લગ્ન એક કાનૂની અને સામાજિક કરાર છે. જેમાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ (consummation of marriage) આવશ્યક માનવામાં આવે છે. જો લગ્ન પછી લાંબા સમય સુધી પતિ-પત્ની વચ્ચે કોઈ શારીરિક સંબંધ સ્થાપિત ન થાય, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

કાનુની સવાલ : કોર્ટ મેરેજ v/s રજિસ્ટર્ડ મેરેજ વચ્ચે તફાવત શું છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંને લગ્ન કાયદેસર છે, પરંતુ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ કોર્ટમાં કરવામાં આવે છે, જ્યારે રજિસ્ટર્ડ મેરેજ એ પહેલાથી જ લગ્નને કાયદેસર રીતે નોંધણી કરાવવાની પ્રક્રિયા છે.

કાનુની સવાલ: જો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન હોય તો શું તેના આધારે છૂટાછેડા લઈ શકે?

કાનુની સવાલ: ભારતમાં જો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે કોઈ શારીરિક સંબંધ ન હોય તો તે છૂટાછેડા અથવા લગ્ન રદબાતલ થવાનું એક કારણ હોઈ શકે છે. ભારતીય કાયદા હેઠળ આ અંગે વિવિધ જોગવાઈઓ છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણા સીમાચિહ્નરૂપ ચુકાદાઓ છે.

g clip-path="url(#clip0_868_265)">