AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 વર્ષની હતી તો માતા-પિતાએ છૂટાછેડા લીધા, 42 વર્ષની અભિનેત્રીએ 2 વખત લગ્ન કર્યા જુઓ પરિવાર

દિયા મિર્ઝા એક ભારતીય મોડેલ, અભિનેત્રી, નિર્માતા અને બ્યુટી ક્વીન છે જેમણે મિસ એશિયા 2000નો ખિતાબ જીત્યો હતો. દિયા મિર્ઝા મુખ્યત્વે બોલિવૂડમાં કામ કરે છે અને મીડિયામાં તેમના સામાજિક કાર્ય માટે જાણીતી છે.દિયા મિર્ઝાનો પરિવાર જુઓ

| Updated on: Dec 22, 2025 | 7:12 AM
Share
જ્યારે દિયા મિર્ઝાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી, ત્યારે બધા તેના પ્રેમમાં પડી ગયા હતા. પોતાની ફિલ્મોની સાથે સાથે દિયાએ પણ પોતાની સુંદરતાથી બધાને મોહિત કર્યા.   ચાલો તેના અંગત જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ

1 / 15
આજે, અમે તમને એક એવી અભિનેત્રીની વાત  કહેવા જઈ રહ્યા છીએ જેણે મિસ એશિયા પેસિફિક 2000નો તાજ જીત્યા પછી ફિલ્મોમાં પોતાના અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ એક સમયે ટોચની અભિનેત્રી હોવા છતાં, તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ચાલો જાણીએ તેના પરિવાર વિશે.

2 / 15
આવો છે બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝાનો પરિવાર

3 / 15
દિયા મિર્ઝાએ 2001માં અભિનેતા આર માધવન સાથે ફિલ્મ 'રહા હૈ તેરે દિલ મેં' થી ડેબ્યૂ કર્યું હતું.દિયા મિર્ઝાનો જન્મ 9 ડિસેમ્બર, 1981ના રોજ હૈદરાબાદમાં થયો હતો.

4 / 15
9 ડિસેમ્બર 1981ના રોજ હૈદરાબાદમાં જન્મેલી દિયા મિર્ઝાએ પોતાની ટેલેન્ટ દ્વારા બોલિવૂડમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. તેની માતા દીપા બંગાળી હિન્દુ છે, જ્યારે તેના પિતા ફ્રેન્ક હેડ્રિચ જર્મન ખ્રિસ્તી છે.

5 / 15
અભિનેત્રી માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. અભિનેત્રીની માતાએ હૈદરાબાદના અહેમદ મિર્ઝા સાથે ફરીથી લગ્ન કર્યા હતા અને તેમણે આ અટક અપનાવી હતી.

6 / 15
16 વર્ષની ઉંમરે, દિયાએ એક મલ્ટીમીડિયા કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું.

7 / 15
 2000માં, દિયાએ ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો. ભલે તે જીતી ન શકી, પણ તે બીજી રનર-અપ બની. આ પછી તે ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ્સમાં જોવા મળી હતી.

8 / 15
દિયાના લગ્ન 2014માં ઉદ્યોગપતિ સાહિલ સંઘા સાથે થયા હતા, પરંતુ બંન્નેએ 2019માં અલગ થવાની જાહેરાત કરી હતી. 2021માં દિયાને વૈભવ રેખીના રૂપમાં એક નવો જીવનસાથી મળ્યો અને તેણે એક પુત્ર અવયાનને જન્મ આપ્યો. તે તેના બીજા પતિ વૈભવની પહેલા લગ્નથી થયેલી પુત્રીની પણ સંભાળ રાખે છે.

9 / 15
દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દિયા મિર્ઝાની ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં' સૌથી વધુ રોમેન્ટિક ફિલ્મોની યાદીમાં સામેલ છે.

10 / 15
આ પછી દિયા મિર્ઝા ‘અલગ’, ‘દમ’, ‘દીવાના’, ‘તુમકો ના ભૂલ પાયેંગે’, ‘તુમસા નહીં દેખા’, ‘પરિણીતા’, ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘સલામ મુંબઈ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

11 / 15
દિયા મિર્ઝા તેની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ. તેણે થોડો સમય ફિલ્મી દુનિયાથી બ્રેક લીધો હતો પરંતુ બાદમાં તે બ્લોકબસ્ટર ‘સંજુ’ (2018)માં જોવા મળી હતી.

12 / 15
અભિનેત્રી હોવા ઉપરાંત, દિયા એક નિર્માતા પણ છે. તેણીએ 2011 માં બોર્ન ફ્રી એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. તેમણે "લવ બ્રેકઅપ્સ ઝિંદગી", "બોબી જાસૂસ" અને વેબ સિરીઝ "માઇન્ડ ધ મલ્હોત્રાસ" જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

13 / 15
 દિયાની કુલ સંપત્તિ 22 કરોડ હોવાનો અંદાજ છે. જોકે, તેના પતિ વૈભવ આ બાબતમાં તેનાથી આગળ છે. તેની કુલ સંપત્તિ 70-80 કરોડ હોવાનો અંદાજ છે. દિયા લક્ઝરી કારની પણ શૌખીન છે.

14 / 15
દિયા એક ફિલ્મ માટે 1 થી 2 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો ઉપરાંત, દિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બ્રાન્ડ કોલાબ્રેશન અને સોશિયલ મીડિયામાંથી પણ સારી કમાણી કરે છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">