SIRની મુદત 7 દિવસ લંબાવી, ભરેલા ફોર્મ 11 ડિસે. સુધી જમા કરાવી શકશો
ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે. SIR ફોર્મ હવે 4 ડિસેમ્બરને બદલે 11 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકાશે. જો કે, અંતિમ મતદાર યાદી, આગામી 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.