સોના ચાંદી
સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. જેનો ઉપયોગ ચાંદીના દાગીના, સિક્કા સિવાય અનેક પ્રકારના ઉત્પાદનોમાં કરવામાં આવે છે. ચાંદી એક એવી ધાતુ છે જેનો ઉપયોગ ઘરેણાં બનાવવા ઉપરાંત મોબાઈલ ફોનથી લઈને મીઠાઈ સુધી દરેક વસ્તુમાં તેનો ઉપયોગ કોઈને કોઈ પ્રકારે થાય છે. સોના અને ચાંદીના ભાવ દરરોજ બદલાતા રહે છે.
હાલમાં ભારતમાં સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂ. 60 હજારની આસપાસ છે. જ્યારે ચાંદીની કિંમત રૂ. 70 હજાર પ્રતિ કિલોગ્રામથી વધુ છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો સોના-ચાંદીની ખરીદીને શુભ માને છે. ધનતેરસ અને દિવાળીના અવસર પર સોના ચાંદીની ખરીદી પોત પોતાની ખરીદશક્તિને આધિન કરવી શુભ માનવામાં આવે છે. ભારતમાં સોના અને ચાંદીના ભાવ પણ વૈશ્વિક પરિબળો ઉપર આધાર રાખે છે. રોકાણના દૃષ્ટિકોણથી પણ, સોના અને ચાંદીએ રોકાણકારો માટે ભારે નફાકારક છે.