AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજાર

શેરબજાર

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. ભારતમાં મુખ્ય બે સ્ટોક એક્સચેન્જ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) છે. શેરબજારમાં સામાન્ય રીતે 2 કેટેગરીનો સમાવેશ થાય છે. પ્રથમ ઇક્વિટી છે અને બીજું ડેરિવેટિવ્ઝ છે.

Read More

શેરબજારમાં સાન્તાક્લોઝ રેલીની એન્ટ્રી! શું વર્ષના અંતિમ સાત દિવસોમાં થશે નફાનો વરસાદ? જાણો ઇતિહાસ શું કહે છે

શેરબજારમાં વર્ષાંતે જોવા મળતી 'સાન્તાક્લોઝ રેલી' રોકાણકારો માટે સુવર્ણ તક લાવે છે. છેલ્લા દસ વર્ષના આંકડા દર્શાવે છે કે નાના શેરોએ આ સમયગાળામાં 100% સકારાત્મક વળતર આપ્યું છે.

Breaking News : Infosys ના શેરની મોટી છલાંગ, 40 ટકાની તેજી આવતા અમેરિકામાં મચી ગયો હડકંપ, રોકવું પડ્યું ટ્રેડિંગ

અમેરિકન શેરબજારમાં ઇન્ફોસિસના ADR માં અસામાન્ય 40% ઉછાળો આવ્યો, જેને કારણે NYSE માં ટ્રેડિંગ રોકવું પડ્યું. એક્સેન્ચરના મજબૂત પરિણામો અને 'શોર્ટ સ્ક્વીઝ' આ તેજીના મુખ્ય કારણો હતા.

બોનસ શેર શું છે અને કંપનીઓ તેને શા માટે જાહેર કરે છે ? સમજો આખું ગણિત

બોનસ શેર એ કંપની દ્વારા શેરધારકોને મફતમાં અપાતા વધારાના શેર છે. ભલે શરૂઆતમાં શેરની કિંમત ઘટે, પરંતુ તે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ અને ભવિષ્યમાં વિશ્વાસ દર્શાવે છે.

પતંજલિ ફૂડ્સના શેરના ભાવમાં 4 દિવસથી વધારો, રોકાણકારોએ ₹3,900 કરોડની કમાણી કરી

દેશની સ્થાનિક FMCG કંપની પતંજલિ ફૂડ્સના શેરમાં 4 દિવસથી વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના શેરમાં લગભગ 7%નો વધારો થયો છે. આ વધારાને કારણે કંપનીના મૂલ્યાંકનમાં આશરે ₹3,900 કરોડનો વધારો થયો છે.

Stock Market : ગુજરાતીઓ માટે રૂપિયા કમાવવાનો રૂડો અવસર ! માર્કેટમાં ડંકો વગાડશે ગુજરાતની કંપની, લાવી રહી છે ₹250 કરોડના ઇશ્યૂ સાથેનો દમદાર ‘IPO’

ગુજરાતીઓ માટે રૂપિયા કમાવવાનો મોટો અવસર છે. શેરમાર્કેટમાં ડંકો વગાડવા માટે ગુજરાતની હેલ્થકેર કંપની 'IPO' લાવી રહી છે. કંપની ₹250 કરોડના ઈશ્યૂ સાથે તૈયાર છે, જેમાં પ્રાઇસ બેન્ડ ₹108 થી ₹114 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.

Pharma Stocks : અમેરિકાથી આવ્યો એક નિર્ણય અને ભારતીય ફાર્મા સેક્ટરના શેરમાં આવ્યો મોટો ઉછાળો, જાણો કારણ

અમેરિકાના બાયોસિક્યોર એક્ટથી ભારતીય ફાર્મા સેક્ટરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવાના યુએસના નિર્ણયથી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ મજબૂત બન્યો છે.

ICICI Prudentialના IPO એ કરી દીધો કમાલ, 20%ના નફા સાથે લિસ્ટ થયો શેર

IPO લિસ્ટિંગ પહેલાં, તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) લગભગ 24.62% અથવા રૂ. 533 સુધી પહોંચ્યો. તે સતત વધી રહ્યો છે. રોકાણકારોને આ એક શેર રૂ. 2,165 માં મળ્યો.

અચાનક એવું શું થયું કે એક જ દિવસમાં Olaનો શેર 10% વધ્યો? જાણો કારણ

કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉ ગીરવે મૂકેલા 3.93% શેર હવે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે. આ પગલાથી ગીરવે મૂકેલા શેર સાથે સંકળાયેલા જોખમો દૂર થયા છે, જેનાથી રોકાણકારોને રાહત મળી છે.

Stock Market Live: સેન્સેક્સ 448 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, નિફ્ટી 25,950ની ઉપર

આજે બજાર માટે સકારાત્મક સંકેતો ઉભરી રહ્યા છે. અપેક્ષા કરતાં વધુ સારા ફુગાવાના ડેટાએ યુએસ બજારોમાં ચાર દિવસના ઘટાડાનો સિલસિલો અટકાવ્યો. એશિયામાં પણ મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. GIFT નિફ્ટી લગભગ 60 પોઈન્ટ ઉપર છે. બજાર હવે બેંક ઓફ જાપાનના વ્યાજ દરના નિર્ણય પર નજર રાખશે.

Meesho Share: મીશોનો શેર બન્યો મલ્ટીબેગર, 7 દિવસમાં રોકાણકારોને કર્યા માલામાલ

આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ UBS એ મીશોને 'બાય' રેટિંગ આપ્યું હતું અને ₹220 નો લક્ષ્ય ભાવ નક્કી કર્યો હતો. જોકે, શેર આ સ્તરને વટાવી ગયો છે. UBS એ જણાવ્યું હતું કે કંપનીનું બિઝનેસ મોડેલ સતત હકારાત્મક રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરે છે.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી મોટો વધારો, ચાંદીના ભાવ પણ વધ્યા, ચેક કરો આજનો ભાવ

યુએસ ડોલર ઇન્ડેક્સ બે મહિનાના નીચલા સ્તરે આવી જતાં, આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે ડોલર-નિર્મિત બુલિયન ટ્રેડિંગ વધુ પોસાય તેવું બન્યું છે. વૈશ્વિક બજારોમાં સોનું રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,321.06 છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના દરો પર એક નજર કરીએ...

Stock Market Live: સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા, મૂડી બજારો અને IT શેરોમાં ખરીદી જોવા મળી

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે મોટો નિર્ણય લીધો છે. મ્યુચ્યુઅલ ફંડ્સના ખર્ચ ગુણોત્તરમાં 15 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. વધુમાં, ખર્ચ ગણતરીમાં સરકારી ખર્ચનો સમાવેશ કરવામાં આવશે નહીં.

Stock Market: લિસ્ટિંગ પહેલા જ થઈ ગઈ મોટી ભવિષ્યવાણી ! આ શેર ₹3,000 ને પાર જશે, જેને IPO એલોટ થશે; એની તો લોટરી લાગી જશે

લિસ્ટિંગ પહેલા જ આ IPO અંગે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કહેવાય છે કે, જેને IPO એલોટ થશે, તેમના માટે આ શેર લોટરી સાબિત થઈ શકે છે અને લિસ્ટિંગ બાદ તેની કિંમત વધુ ઊંચી જઈ શકે છે.

Stock Market : બજાર બંધ થયા પછી મોટી જાહેરાત ! શેર 5 ભાગમાં સ્પ્લિટ થશે, જાન્યુઆરીમાં રેકોર્ડ તારીખ

બજાર બંધ થયા પછી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ તેના શેરને 5 ભાગમાં સ્પ્લિટ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં 1 શેર સામે 5 શેર મળશે. આ શેર સ્પ્લિટ માટે જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Stocks Forecast : આ 3 શેરમાં તેજી જ તેજી ! શેરબજારમાં ભલે કડાકો આવે પણ આ સ્ટોક વેચવાની ભૂલ ન કરતા

શેરબજારમાં ભલે મોટો કડાકો આવે પરંતુ રોકાણકારોએ આ સ્ટોક્સને ભૂલથી પણ વેચવા ન જોઈએ. જો તમે તમારા પોર્ટફોલિયોમાં આ 3 સ્ટોક ઉમેરશો તો લાંબાગાળે તમને મજબૂત રિટર્ન મળશે, તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">