લાઈફ સ્ટાઈલ જીવનશૈલી
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.