Year Ender 2025: ગુગલ પર ચાલ્યો ‘Near Me’નો જાદુ! આ વર્ષે લોકોએ સર્ચ કરી આ ટોપ 10 વસ્તુઓ, ટ્રેન્ડિંગ List જુઓ
2025ની યાદીમાં નેચર, તહેવારો અને સિનેમા પ્રત્યેના જુસ્સાનું અનોખું મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું. તો ચાલો આ વર્ષે ગૂગલ પર ટ્રેન્ડ થયેલી ટોચની 10 વસ્તુઓનું વિશે જાણીએ. આ વર્ષે ક્યા શબ્દો એવા હતા કે જે ટોપ પર રહ્યા.

દર વર્ષે 2025માં ગૂગલ તેનો “Year in Search 2025” ડેટા બહાર પાડે છે. જે આ વર્ષે ગૂગલ પર ભારતીયોએ સૌથી વધુ શું સર્ચ કર્યું તેની ઝલક આપે છે. જેમ આપણે બધા જાણીએ છીએ, “Near Me” સર્ચ કેટેગરી હંમેશા રસપ્રદ રહી છે. કારણ કે તે સીધી રીતે આપણી જરૂરિયાતો અને શોખને પ્રતિબિંબિત કરે છે. તેથી આ વર્ષે “Near Me” સાથે લોકોએ શું શોધ્યું તે જાણવું ગમે છે.
ટોપ પર સર્ચમાં શું હતું
2025માં ગુગલ પર શું પૂછવામાં આવ્યું?: પેજ ટ્રાફિક મુજબ 2025માં ગુગલ પર સૌથી વધુ વારંવાર પૂછાતા પ્રશ્નોની યાદીમાં “what to watch” ટોપ પર હતું. આ સર્ચ ક્વેરીએ દર મહિને ગુગલ પર 7.5 મિલિયન ઓનલાઈન ક્વેરી પેદા કરી. what is my IP address ગુગલ પર બીજો સૌથી લોકપ્રિય પ્રશ્ન હતો. જેમાં સરેરાશ 3.6 મિલિયન મહિને ઓનલાઈન ક્વેરી હતી. વધુમાં, “where’s my refund”, “how you like that”, “where am i?”, અને “how to lose weight fast” એ સૌથી વધુ વારંવાર પૂછાતા પ્રશ્નો હતા.
ભૂકંપ (Earthquake near me)
આ વર્ષનો સૌથી વધુ સર્ચ કરાયેલ કીવર્ડ હતો. 2025માં ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ લોકો પુષ્ટિ કરવા માટે તેમના સ્થાન સાથે ગૂગલ પર તેને શોધતા જોવા મળ્યા.
એર ક્વોલિટી (Air Quality near me)
પ્રદૂષણ હવે મોસમી સમસ્યા નથી, પરંતુ વધતી જતી ચિંતા છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મહાનગરોમાં, લોકોએ બહાર જવું કે માસ્ક પહેરવું તે નક્કી કરવામાં મદદ કરવા માટે ‘AQI’ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) શોધવાનો આશરો લીધો છે.
દાંડિયા નાઈટ, ગરબા નાઈટ (Garba Night near me)
એ નોંધવું યોગ્ય છે કે નવરાત્રી દરમિયાન ભારતમાં “દાંડિયા” અને “ગરબા” માટે ભારે ક્રેઝ હતો. યુવાનોએ તેમની નજીકના કાર્યક્રમો અને સ્થળો શોધવા માટે આ બે શબ્દો ઘણા સર્ચ કર્યા હતા.
દુર્ગા પૂજા (Durga Puja near me)
પશ્ચિમ બંગાળની સાથે હવે સમગ્ર ભારતમાં ભવ્ય દુર્ગા પૂજા પંડાલોનો ટ્રેન્ડ વધ્યો છે. લોકોએ તેમની નજીકના સૌથી સુંદર પંડાલો અને રાજભોગના સમય જાણવા માટે તેને સર્ચ કર્યો.
છાવા, સૈય્યારા, F1 ફિલ્મ
સિનેમા પ્રેમીઓએ આ વર્ષે આ ત્રણ ફિલ્મો માટે ‘Near Me” સર્ચનો સૌથી વધુ ઉપયોગ કર્યો.
જ્યારે વિક્કી કૌશલની ‘છાવા’ એ ઐતિહાસિક ફિલ્મ પ્રેમીઓમાં ઉત્સાહ જગાડ્યો, ત્યારે ‘સૈય્યારા’ અને હોલીવુડની ‘F1’ એ તેમની સિનેમેટોગ્રાફીથી લોકોને થિયેટર સર્ચ કરવા માટે મજબૂર કર્યા.
પિકલબોલ (Pickleball near me)
2025ના વર્ષમાં રમતગમતની દુનિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો. ભારતમાં પિકલબોલ એક નવા ટ્રેન્ડ તરીકે ઉભરી આવ્યો. લોકો જીમ અને બેડમિન્ટનના વિકલ્પ તરીકે નજીકના કોર્ટ શોધવા લાગ્યા.
શિવ મંદિર (Shiva Temples near me)
આધ્યાત્મિક પર્યટન અને શ્રાવણ મહિનામાં લોકોએ તેમની આસપાસના પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરોની મુલાકાત લેવા માટે ખૂબ સર્ચ કર્યું હતું.
365 દિવસ એટલે કે એક વર્ષ. જ્યારે એક વર્ષ પુરુ થાય છે ત્યારે આપણે નવા વર્ષને આવકારવા માટે થનગનતા હોઈએ પણ આપણે ભૂતકાળ પર એટલે કે આખા પુરા થયેલા વર્ષ પર એક નજર કરીએ તો આપણને ખબર પડે કે ક્યારે શું થયું…સારુ વસ્તુઓ કેટલી થઈ અને ખરાબ વસ્તુઓ કેટલી થઈ. વર્ષ 2025ની ઘટનાઓ જાણવા માટે અહીં ક્લિક કરો.
