નર્મદા
“આજનો નર્મદા જિલ્લો એ સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓ પૈકીનું એક સ્વતંત્ર રાજપીપલા રાજ હતું જે તા. 9-06-1948 માં સ્વતંત્ર ભારતના મુંબઇ રાજમાં વિલીન થયું. આ રાજપીપલા રાજ અને આજના નર્મદા જિલ્લાના ભવ્ય ભૂતકાળમાં ડોકીયું કરીએ તો રાજપીપલા નામ કયારે અને શાથી પડયું તે અંગે કોઇ આધારભૂત પ્રમાણ મળી આવતું નથી. પરંતુ એક વાત એવી છે કે પ્રથમ ગાદીનું સ્થાન પીપળા નીચે કરેલું તે ઉપરથી રાજપીપલા નામ પડયું. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં 108 ગામ, ડેડીયાપાડા તાલુકામાં 133 ગામ, સાગબારા તાલુકામાં 95 ગામ, તિલકવાડા તાલુકામાં 97 ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં 94 ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ 527 ગામ અને 221 ગ્રામ પંચાયતો આવેલી છે. જીલ્લાની કુલ વસ્તી 5,90,279 (2011ની વસ્તી ગણતરી મુજબ) છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર ૭૨.૩૧% છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થઈ જેને લીને જિલ્લાનું નામ વિશ્વ ફલક પર આવી ગયું છે. નર્મદા જીલ્લો ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે ઉભરીને સામે આવ્યો છે. આ જિલ્લામાં સરદાર સરોવર (નર્મદા ડેમ), સુરપાણેશ્વર મંદિર ગોરા, ડુમખલ વન અભયારણ તથા સાગબારા તાલુકા માં પાંડોરી માતાનું મંદિર (દેવમોગરા) આવેલ છે. માલાસામોટ ગામે હવા ખાવાના સ્થળ તરીકે મુલાકાતીઓ આવે છે. કોકટી ગામ નજીક નીનાઇનો ધોધ શિયાળા તથા ચોમાસામાં જોવાલાયક રહે છે. રાજપીપલા શહેરમાં રાજવંત પેલેસ હોટલ આવેલ છે. જયાં મુસાફરોનો ઘસારો રહે છે અને આસપાસના સ્થળોએ જવા માટે તાં નિવાસ કરે છે. તથા પદમ વિલાસ (વડીયા પેલેસ) પણ ખાસ જોવાલાયક છે. રાજપીપલા શહેરમાં હરસિદ્ધિ માતાનુ મંદિર મુખ મંદિર છે અને તાં વિશ્રામગૃહ હોવાથી તાં પણ બહારના પ્રવાસીઓ સારી એવી સંખ્યામાં આવે છે. જીઓર પાટી ગામે નાની મોટી પનોતીનું મંદિર પણ નર્મદા કિનારે આવેલું છે અને તાં પણ પ્રવાસીઓ દર શનિવારે સારી એવી સંખ્યામાં આવે છે. આ પેજ પર Narmada , Narmada latest News, Narmda News Today, Narmda News in Gujarati, Narmda Political News, Narmada Tourism News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “