ગોંડલના જયરાજસિંહ જાડેજા અને જૂનાગઢના રાજુ સોલંકી વચ્ચે વિવાદનો આવ્યો અંત !
ગુજરાતના અને તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણને અસર કરે તેવા એક સમાચાર ગોંડલથી સામે આવ્યા છે. જયરાજસિંહ જાડેજા અને દલિત નેતા રાજુ સોલંકી વચ્ચે હસ્તા મ્હોએ સમાધાન થયું છે. બન્ને જૂથના લોકો એકબીજાને ઉમળકાભેર ગળે વળગ્યાં હતા.

ગોંડલમાં એકચક્રી શાસન કરવાના મુદ્દે જેનુ નામ લેવાય છે તે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે ગત મે મહિનામાં માથાકુટ થઈ હતી. આ બનાવ બાદ, જયરાજસિંહ તેમના પુત્રને બચાવવા અને રાજુ સોલંકી તેમના પુત્રને બચાવવા મેદાને પડ્યા હતા. બન્નેએ એકબીજા ઉપર આરોપ પ્રતિઆરોપ કર્યાં હતા. ગણેશ ગોંડલ જેલમાં ગયો હતો તો રાજુ સોલંકી અને તેમના ટેકેદારો સામે ઓગસ્ટ 2025માં ગુજસીટોકનો ગુન્હો પણ દાખલ કરીને સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જો કે હવે બન્ને વચ્ચે સમાધાન થયું છે. મે મહિના અને ઓગસ્ટમાં કરેલ જેલયાત્રાને ભૂલીને બન્ને જૂથે હસતા હસતા હસ્ત ધનુન કરી હતી એક બીજાને ગળે પણ વળગ્યા હતા.
જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે થયેલ માથાકુટ બાદ વિવાદ વકરવા અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તેમના કટ્ટર હરિફ અનિરુદ્ધસિંહ જાડેજાને જવાબદાર ઠેરવ્યા હતા. જયરાજસિંહે કહ્યું કે, અનિરુદ્ધસિંહે જ આ વિવાદને વકરાવ્યો હતો.
(With Inputs Denwag Bhojani – Gondal, Mohit Bhatt – Rajkot)