મહીસાગર
“મહીસાગર કે મહિસાગર જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.મહીસાગર જિલ્લો 15મી ઓગસ્ટ, 2013એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો. પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે. મહી નદી પરની સિંચાઈ યોજના કડાણા અને વણાંકબોરી આ જ જિલ્લામાં સ્થિત છે. અહીંનો ડુંગરાળ ભાગ એ વિંધ્યાચલની ટેકરીનો ભાગ છે. મહીસાગર જિલ્લામાં ફાયર ક્લે મળી આવે છે. આ પેજ પર Mahisagar , Mahisagar News Today, Mahisagar News in Gujarati, Mahisagar Latest News, Mahisagar News, Mahisagar Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “