રશિયા સાથે દાયકાઓ જુની દોસ્તી- UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ?- વાંચો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની બે દિવસીય ભારતની યાત્રાએ આવ્યા હતા અને હવે તેઓ મોસ્કો રવાના થયા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હતી. જે ઘણી સફળ યાત્રા ગણવામાં આવી રહી છે. એક તરફ યુરોપના અનેક દેશો જ્યારે રશિયાથી અમેરિકાના કારણે અંતર રાખી રહ્યા છે ત્યારે ભારત ઉમળકાભેર રશિયાને આવકારી રહ્યુ છે. તેનુ કારણ છે ભારત રશિયાની દાયકાઓ જુની મિત્રતા. આ મિત્રતાને અનેકવાર કસોટીની એરણ પર ચડી છે પરંતુ છતા તે ક્યારેય નબળી નથી પડી. આખરે એવુ તો શું છે જે આ બંને દેશોને મજબુત રીતે જોડી રાખે છે. આવો જાણીએ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિીર પુતિન 23માં વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન માટે ભારતની યાત્રાએ આવ્યા હતા. 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હતી. નિષ્ણાતો કહે છે આ યાત્રા માત્ર એક કૂટનીતિક બેઠકથી ક્યાંય વધુ છે. તેને અમેરિકા માટે પણ એક મજબૂત સંદેશ માનવામાં આવે છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર તોતિંગ ટેરિફ લગાવ્યો છે. જો કે તેમ છતા ભારત-રશિયાની મિત્રતા સ્હેજ પણ નબળી પડી નથી ઉલટાની વધુ મજબૂત થઈ છે. રશિયાને ભારત દ્વારા સમર્થન આપવા પાછળ બંને દેશોની 7 દાયકાથી ચાલી આવતી અતૂટ મિત્રતા કારણભૂત છે કારણ કે રશિયા એકમાત્ર એવો દેશ છે જે આઝાદી બાદથી ભારતનું સતત સમર્થન કરતુ રહ્યુ છે. ભારત અને રશિયા વચ્ચે મજબૂત ડિફેન્સ પાર્ટનરશિપ આઝાદી મળ્યા બાદ થોડા વર્ષો સુધી ભારત સંપૂર્ણ રીતે શસ્ત્રોની આયાત માટે...
