“કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે. ઉત્તર અને ઉત્તરપશ્ચિમે પાકિસ્તાન, ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લાઓ, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર જીલ્લો, કચ્છના અખાત ૫છી રાજકોટ જિલ્લો દક્ષિણમાં આવેલ છે.
દક્ષિણ પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. વિસ્તારના સંદર્ભમાં રાજ્યમાં સૌથી મોટો જીલ્લો છે. 406 કિ.મી.ની સૌથી લાંબો દરીયા કિનારો આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચો.કિ.મી. છે, એટલે કે તે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 23.27% જેટલો છે. કચ્છનો 51% વિસ્તાર રણ થી ધેરચયેલો છે. કચ્છે દાયકા કરતા વધારે સમયમાં તેની ઓળખ ઔદ્યોગિક રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર મેળવી લીધી છે.
હજારો કરોડ રૂપિયાનાં રોકાણ વાળા ઉદ્યોગોનાં પ્રતાપે આ જિલ્લો વિશ્વ સ્તર પર નામના અંકિત કરી ચુક્યો છે. જેટલો મોટો જિલ્લો તેટલો જ તેનો પ્રવાસન ઉદ્યોગ પણ છે. જિલ્લાનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો કચ્છ મ્યુઝિયમ, ધોળાવીરા, કચ્છ રણ વન્ય જીવન અભ્યારણ્ય , પ્રાગ મહેલ , પિગ્લેશ્વર , છારી-ઢંઢ, વિજય વિલાસ પેલેસ , માતાનો મઢ , નારાયણ સરોવર, કચ્છનું રણ, નારાયણ સરોવરનો સમાવેશ થાય છે.
આ જિલ્લાને અડીને આવેલી સરહદ પણ દેશ સાથે સંકલાયેલી સૌથી અગત્યની બોર્ડર માનવામાં આવે છે. જિલ્લા પર એક નજર નાખીએ તો 45674 ચો કી મીમાં વિસ્તરેલો જિલ્લો 2011 વસ્તી ગણતરી પ્રમાણે 20,92,371 વસ્તી ધરાવે છે. જ્યારે કે સાક્ષરતા દર 70.59% છે.10 તાલુકા અને 924 ગામ સાથે 6 નગરપાલિકા ધરાવે છે.
આ પેજ પર Kachchh News, Kachchh News Today, Kachchh Gujarati News, Kachchh Gujarati News, Kachchh News in Gujarati, Kachchh Political News, Kachchh latest News, Kachchh Business News, Kachchh Sports News, Kachchh Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.
Kutch : 9 લાખના ચરસ સહિત કુલ 12.21 લાખનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની પૂછપરછમાં એક મહિલા સહિત ...
ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અને જો આવનારા સમયમાં મીટરપ્રથા બંધ ન થાય તો મંત્રીઓ-ધારાસભ્યોને ગામમાં પ્રવેશ કરતા અટકાવવા સહિત ઉગ્ર વિરોધ ...
BSF ની ટુકડીએ ભાગી રહેલા પાકિસ્તાની માછીમારોને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ નહીં રોકાતા ના છૂટકે બીએસએફના જવાનોને પાકિસ્તાની માછીમારોને પકડવા માટે ગોળીબાર કરવાની ...
અનેક રજૂઆત બાદ સમસ્યા ન ઉકેલાતા વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ એમ જણાવ્યું કે, યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાલીઓ વિદ્યાર્થીઓને (Student) અભ્યાસ માટે ...
મૃતકના પિતા જુમ્માભાઇ ખલીફાએ જણાવ્યું હતું કે મારો જુવાન દીકરો ગુમાવ્યો પરંતુ તેના હૃદયના પ્રત્યારોપણથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળ્યું તેનો સંતોષ છે. ...
લેન્ડ ગ્રેબિંગ મામલે કચ્છમાં થયેલ ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો છતાં આ કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ...
દિલ્લી પોલીસના (delhi police) સ્પેશિયલ સેલે બાતમીના આધારે મુન્દ્રાના બારોઈ ગામના ખારી મીઠી રોડ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. ...
MSWના અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા દીપકને દેશભક્તિની (patriotism) ભાવના બાળપણથી મળી છે. પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીમાં ફરજ પર છે. સાથે ...
કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ખાસ ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનાર અને પોતાના ઘરનું સપનું જોનાર માટે ...
કચ્છના (Kutch)ઐતિહાસિક દેશલસર તળાવ ભૂજની શાન સમાન છે જેનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે ત્યારે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ કાર્યસ્થળની મુલાકાત લઇને તળાવના કાર્યની સમીક્ષા ...