કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ, હવે મનમાની નહીં ચાલે
ભારતમાં ભાડે રહેતા લાખો લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવો ભાડા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ભાડૂઆત અને મકાન માલિક વચ્ચે સંતુલન જાળવવાનો છે. અત્યાર સુધી અનેક વખત ભાડૂઆતને ડિપોઝિટ, ભાડા વધારો, સમારકામ કે બળજબરીથી ઘર ખાલી કરાવવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ નવા નિયમો બાદ હવે માલિક મનમાની કરી શકશે નહીં.

ડિપોઝિટની મર્યાદા: મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતા વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોર્મશિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાય છે. ઼

ભાડામાં વધારો: મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડશે.

મિલકત નિરિક્ષણ: મકાન માલિકને ઘર/મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડૂઆતને 24 કલાક પહેલા લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે.

સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરુરી મરામત ન કરે તો, ભાડૂઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે.

ભાડુઆતને દૂર કરવો: સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડૂઆતને મકાન-મિલકત ખાલી કરાવી શકશે નહીં.

કરારનું રજિસ્ટ્રેન: તમામ ભાડા કરારોનું 60 દિવસની અંદર ડિજિટલ સ્ટેમ્પિંગ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે.

પોલીસ વેરિફિકેશન: ભાડૂઆતના ડોક્યુમેન્ટ્સ સાથે તેનું પોલીસ વેરિફિકેશન કરવું ફરજિયાત છે.

દંડને પાત્ર કૃત્યો: તાળા બદલવા, વીજળી કે પાણી બંધ કરવા અથવા ભાડૂઆતને ધમકાવવા જેવી કોઈપણ કાર્યવાહી હવે દંડને પાત્ર છે. કુલ મળીને નવો ભાડા કાયદો ભાડૂઆત માટે સુરક્ષા અને મકાન માલિક માટે સ્પષ્ટતા લાવે છે. ભાડે રહેતા લોકો માટે આ કાયદો હક્કો અંગે જાગૃતિ લાવશે અને વિવાદોમાં ઘટાડો કરશે. જો તમે પણ ભાડે રહો છો અથવા મિલકત ભાડે આપો છો, તો આ નવા નિયમોની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
