Budget 2025

આજ 23 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.




-
ધ પ્રિમીયર ગીર રિસોર્ટમાંથી ઝડપાયા 55 જુગારી
-
સુરત: ઉધના પોલીસે વ્યાજખોર સંદિપ પાટીલની કરી ધરપકડ
-
અમદાવાદઃ પોલીસ કમિશનરે ગુનેગારોને આપી કડક ચેતવણી


BUDGET 2025: Who got what?
Know Your Income Tax Slabs
Income Tax Slab | Income Tax Rate |
---|---|
10 લાખ રૂપિયાથી વધારે | 10 લાખથી ઉપર- 1,12,500+ 30% |
5થી 10 લાખ રૂપિયા સુધી | 5 લાખથી ઉપર 12,500+ 20% |
2.5 - 5 લાખ રૂપિયા સુધી | 2.5 લાખ રૂપિયાથી ઉપર 5% |
0 - 2.5 લાખ રૂપિયા સુધી | NIL |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
0-3 લાખ રૂપિયા | Nil |
રુ. 3-7 લાખ | 5% |
રુ. 7-10 લાખ | 10% |
રુ. 10-12 લાખ | 15% |
રુ. 12-15 લાખ | 20% |
રુ. 15 લાખથી વધુ આવક પર | 30% |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
0 થી 2.5 લાખ | NIL |
2.5 થી 5 લાખ | 5 % |
5 થી 10 લાખ સુધીની આવક | 20 % |
10 લાખથી વધુ | 30 % |
Income Tax Slab | Income Tax Rate |
---|---|
12 લાખ સુધીની આવક | કર મુક્તિ |
0 થી 4 લાખની આવક | 0 % |
4 થી 8 લાખની આવક | 5 % |
8 થી 12 લાખ સુધીની આવક | 10 % |
12થી 16 લાખની આવક | 15 % |
16 થી 20 લાખ | 20 % |
20 થી 24 લાખ | 25 % |
24 લાખથી વધુ | 30 % |
સેક્ટર વાઈઝ Budget
Videos
View morePhotos
View moreBudget 2025 in Gujarati
સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે સરકાર ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે ? મૂળભૂત રીતે બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘બૂગેટ’ પરથી આવ્યો છે. ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. ત્યારપછી 1999થી બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવાનું શરૂ થયું. 2014માં વર્તમાન મોદી સરકારે બજેટ રજૂ કરવાની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી અથવા તો ફેબ્રુઆરીના પહેલા સપ્તાહના કામકાજના દિવસે કરી છે.
આ વર્ષે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણ આગામી 1 ફેબ્રુઆરીને 2025ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે સંસદનું કામકાજ બંધ રહે છે. પરંતુ 2025-2026નુ બજેટ શનિવાર હોવા છતા પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. ગત ફેબ્રુઆરી 2024માં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે, લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જ્યારે કેન્દ્રમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે, જૂલાઈ 2024માં પૂર્ણ કદનુ ( નાણાકીય વર્ષ 2024-2025ના બાકી રહેલા મહિનાનું) અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વર્ષે નાણાપ્રધાન વિવિધ વર્ગને સ્પર્શે તેવી લોકપ્રિય જાહેરાતો કરી શકે છે.
Old vs New Tax Regime
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2023 માં New Tax Regime ને પ્રમોશન કરવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. Income Tax Slabમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Basic Exemption Limitને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ ફેરફાર બાદ New Tax Regime vs Old Tax Regime માં તમારા માટે કયુ શ્રેષ્ઠ રહેશે?
બજેટ સાથે જોડાયેલા સવાલ અને જવાબ
પ્રશ્નઃ દેશમાં સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યું છે ?
જવાબ- સ્વર્ગસ્થ મોરારજી દેસાઈએ અત્યાર સુધીમાં સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યુ છે. તેઓ 6 વખત નાણા પ્રધાન અને 4 વખત નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. જેમાં નાણા વિભાગનો હવાલો તેમની પાસે હતો.
પ્રશ્ન- પહેલા રેલવે બજેટ અલગથી રજૂ કરાતુ હતું ?
જવાબ- હા. પહેલા સામાન્ય અંદાજપત્ર ઉપરાંત રેલવે બજેટ પણ રજૂ થતુ હતું. રેલવે અંદાજપત્ર રેલવે પ્રધાન રજૂ કરતા હતા. પરંતુ 2016 બાદ રેલવે અંદાજપત્રને સામાન્ય અંદાજપત્રનો જ ભાગ બનાવી દેવામાં આવ્યો છે. સામાન્ય અને રેલવે અંદાજપત્રને નાણાપ્રધાન જ સંસદમાં રજૂ કરે છે.
પ્રશ્ન- ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું હતું ?
જવાબ- સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ નાણામંત્રી આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બંધારણ અમલમાં આવ્યા બાદ પ્રથમ બજેટ 28 ફેબ્રુઆરી, 1950 ના રોજ જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રશ્ન- એપ્રિલથી માર્ચ સુધીનુ નાણાકીય વર્ષ ક્યારથી શરુ થયું ?
જવાબ- ભારતમાં પહેલા 1 મેથી 30 એપ્રિલ સુધીનું નાણાકીય વર્ષ અમલમાં હતું. પરંતુ વર્ષ 1967થી 1 એપ્રિલથી 31મી માર્ચ સુધીનુ નાણાકીય વર્ષ અમલમાં લાવવામાં આવ્યું
પ્રશ્ન- મહિલા નાણાપ્રધાન તરીકે પહેલુ બજેટ કોણે રજૂ કર્યુ ?
જવાબ- ભારતના પ્રથમ મહિલા નાણા પ્રધાન તરીકે ઈન્દિરા ગાંધીએ 1970માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. 1970માં ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હોવાની સાથે નાણા વિભાગનો હવાલો પણ ધરાવતા હતા. આથી તેમણે 1970માં મહિલા નાણાપ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું હતું.