AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : એક રૂમમાં ધંધો શરૂ કરો ! નોકરી બાદ સાઈડ ઇન્કમ કરવી હોય તો આ બિઝનેસ બેસ્ટ છે; 20,000-30,000 કમાઈ જશો

મેળાઓમાં બાળકો ખાસ કરીને બુદ્ધિના બાલ એટલે કે 'કૉટન કેન્ડી' જોઈને જ તેને ખરીદવા માટેની જીદ કરે છે. આ કેન્ડી બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આની ડિમાન્ડ આમ તો ખાસ નથી હોતી પરંતુ જ્યારે કોઈ ક્રિસમસ જેવો તહેવાર આવે છે, ત્યારે આ કેન્ડીની માંગ વધી જાય છે.

| Updated on: Dec 24, 2025 | 8:20 PM
Share
આજકાલ દરેક વ્યક્તિ કામ કરવાની સાથે સાથે સાઈડ ઇન્કમ મેળવવા માટે કંઈકને કંઈક કામ કરતાં હોય છે. મોટાભાગના લોકો એવો વ્યવસાય શરૂ કરે છે, જેમાં ખર્ચ ઓછો હોય અને આવક વધારે હોય. જો તમે પણ આવો કોઈ પાર્ટ ટાઈમ ધંધો કરવાનું વિચારી રહ્યા છો, તો કોટન કેન્ડીનો વ્યવસાય તમારા માટે યોગ્ય રહેશે. તેને "બુદ્ધિના બાલ," "હવા મીઠાઈ," અને "ગુલાબ લચ્છી" તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 / 8
જો તમે કોટન કેન્ડીનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, તો આ માટે તમારે કોઈ ખાસ દુકાન કે મોટી જગ્યા શોધવાની જરૂર નથી. તમે આ વ્યવસાય તમારા ઘરના ફક્ત એક રૂમમાંથી પણ શરૂ કરી શકો છો. ક્રિસમસ જેવા તહેવારમાં તમને મોલ્સ અને કેન્ડી સ્ટોર્સમાં બુદ્ધિના બાલ જોવા મળે છે. એવામાં જો તમે કોટન કેન્ડીનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે વધારે પૈસા રોકાણ કરવાની જરૂર નથી.

2 / 8
અમેરિકામાં વિલિયમ્સ જેમ્સ મોરિસન નામના ડેન્ટિસ્ટે સૌપ્રથમ કોટન કેન્ડી ખાધી હતી. વર્ષ 1897 માં જેમ્સ મોરિસન, એક કન્ફેક્શનર, જોન સી. વ્હિથોર્ને સાથે મળીને એક મશીન બનાવ્યું હતું. આ મશીન ગરમ ખાંડને કોટન કેન્ડીમાં ફેરવી નાખતું હતું. આ એક અનોખી શોધ હતી પરંતુ તે સમયે આની માંગ ખૂબ જ ઓછી હતી.

3 / 8
લગભગ સાત વર્ષ પછી, વર્ષ 1907 માં વિલિયમ્સ જેમ્સ મોરિસને સેન્ટ લુઇસ વર્લ્ડ ફેરમાં પહેલીવાર પોતાની આ નવી પ્રોડક્ટ લોકો સામે રજૂ કરી. ધીમે ધીમે, આ મશીન લોકોમાં ખૂબ પ્રખ્યાત થવા લાગી. અમેરિકામાં આને 'ફેરી ફ્લોસ' નામ આપવામાં આવ્યું. બાદમાં આ જ મશીન બીજા દેશોમાં કોટન કેન્ડી તરીકે પ્રખ્યાત થયું.

4 / 8
આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે કોટન કેન્ડી બનાવવાનું મશીન ખરીદવું પડશે. આ મશીન એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર સરળતાથી મળી રહે છે. આ માટે મશીન સિવાય તમારે ખાંડ, ફ્લેવર અને ફ્લેવર એસેન્સની પણ જરૂર પડશે. કેન્ડીને લપેટવા માટે સ્ટિક્સની પણ જરૂર પડશે.

5 / 8
આ વ્યવસાયમાં શરૂઆતમાં 10,000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. કોટન કેન્ડી બનાવવાનું મશીન 5,000 થી 7,000 રૂપિયામાં ખરીદી શકાય છે. બાકીના ફંડ પેકેજિંગ અને કાચા માલ માટે જરૂરી રહેશે. જો તમે શરૂઆતમાં 500 પેકેટ બનાવવાનું ટાર્ગેટ ધ્યાનમાં રાખશો, તો તે પૂરતું છે. બીજું કે, જેમ જેમ તમારા ઓર્ડર વધશે, તેમ તેમ તમને સામે સારો એવો નફો પણ મળશે.

6 / 8
કોટન કેન્ડી 99% ખાંડ, 1% એડિબલ રંગ અને ફ્લેવરના મિશ્રણથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે બધી સામગ્રી એક મશીનમાં નાખવામાં આવે છે. આ પછી મશીન ઝડપથી ફરે છે, ખાંડને ગરમ કરે છે અને તેને ચાસણીમાં ફેરવે છે. બસ આટલું કરતાં જ કોટન કેન્ડી તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આ  કેન્ડીને ઝડપથી સ્ટિકની આસપાસ લપેટી લેવામાં આવે છે. આને તમારે એરટાઇટ કરીને રાખવું પડશે અને તે માટે ટ્રાન્સપરન્ટ શીટનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે અને તેમાં હવા ન જાય.

7 / 8
બુદ્ધિના બાલ ઘણીવાર શાળાઓ અને કોલેજોની બહાર, મેળાઓમાં અને મોલની સામે વેચાતા જોવા મળે છે. બાળકો અને પુખ્ત વયના લોકો બંને તેનો આનંદ માણે છે. મોલની અંદર પણ અલગ સ્ટોર્સ ખુલ્યા છે, જ્યાં તમે કોલેબોરેશન કરી શકો છો. જન્મદિવસની પાર્ટીઓ અને બીજા ઘણા કૌટુંબિક કાર્યક્રમોમાં આની ખૂબ માંગ જોવા મળે છે. મોલમાં કૉટન કેન્ડીનું પેકેટ 40 થી 50 રૂપિયામાં મળે છે. મેળાઓમાં તે જ પેકેટ થોડું સસ્તું મળે છે. જો તમને દરરોજ 500 ઓર્ડર મળે, તો તમે સરળતાથી 20,000 થી 30,000 રૂપિયાની સાઈડ ઇન્કમ કમાઈ શકો છો.

8 / 8

Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">