શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા DGCAના નવા નિયમો લાગુ કરવામાં બેદરકારીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આરોપો છે કે ઇન્ડિગોએ જાણી જોઈને અરાજકતા સર્જી જેથી DGCA નિયમો પાછા ખેંચી લે અને કંપની નફો બચાવી શકે. પાઇલટ્સની સુરક્ષા માટેના આ નિયમોને કારણે ઇન્ડિગોને વધુ સ્ટાફ રાખવો પડ્યો હોત, જે ટાળવા કંપનીએ આ ‘ખેલ’ કર્યો.

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડીંગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાનો સિલસિલો આજે 9માં દિવસે પણ યથાવત્ છે. આ દરમિયાન લગભગ 5000 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ ચુકી છે. જેનાથી યાત્રિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે અને હવે આ મુદ્દો સંસદ થી લઈને કોર્ટ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 9દિવસથી IndiGo Airlines ની બેદરકારીની સજા મુસાફરો ભોગવી રહ્યા છે. DGCA એ પાયલટ્સ અને ક્રુ મેમ્બરના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવ્યા હતા. પરંતુ આને તમે ઈન્ડીગોની બેદરકારી સમજો કે સમજી વિચારીને ઘડેલી રણનીતિ.. તેમણે DGCA ના આ નિયમો લાગુ કરવા માટે કોઈ આગોતરુ આયોજન ન કર્યુ અને કોઈ જ તૈયારી વિના અચાનક આ નિયમો લાગુ કરી દીધા. જેના કારણે જ સમગ્ર અફરાતફરી સર્જાઈ ગઈ.
પાયલોટ્સ અને ક્રુ ની શિફ્ટ ખોરવાઈ ગઈ. જેના કારણે વિમાનો ઍરપોર્ટ પરથી ઉડાન જ ન ભરી શક્યા. કારણ કે તેમને ઉડાડનારુ જ કોઈ ન હતુ. આનાથી લાખો પેસેન્જર્સ ઍરપોર્ટ્સ પર ભૂખ્યા અને તરસ્યા ફસાયેલા રહ્યા. ઈન્ડીંગોના જણાવ્યા અનુસાર તેમણે 1 થી 7 ડિસેમ્બર વચ્ચે 586,705 PNR રદ્દ કર્યા. તમને જણાવી દઈએ કે હવાઈ મુસાફરીમાં એક PNR પર ઓછામાં ઓછા 9 યાત્રિકોની ટિકિટ લઈ જઈ શકે છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ઈન્ડિંગોની સૌથી વધુ મોનોપોલી
જો આપણે ધારીએ કે ચાર લોકોના પરિવાર પાસે એક ટિકિટ છે, તો આ 7 દિવસમાં ઇન્ડિગોએ 23,46,000 થી વધુ મુસાફરોની ટિકિટ રદ કરી અને તેમને એરપોર્ટ પર ભગવાન ભરોસે છોડી દીધા. IndiGo Airlines દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીને કારણે દેશના મોટાભાગના ઍરપોર્ટ પર અવ્યવસ્થા અને અરાજક્તા ફેલાઈ ગઈ. તમે સમજી શકો છો કે જે લોકોને ઈમરજન્સી ક્યાંક પહોંચવાનું હતુ, જે લોકો કોઈ કામને કારણે મુસાફરી કરી રહ્યા હતા, એ તમામ યાત્રિકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે.
જો આવું કોઈ અન્ય એર લાઇન સાથે થયું હોત, તો કદાચ આટલી બદ્દતર પરિસ્થિતિ ન સર્જાઈ હોત. કારણ કે ઇન્ડીગો ભારતની સૌથી મોટી એરલાઇન કંપની છે અને દરરોજ લાખો લોકો તેમાં મુસાફરી કરી છે. આ જ કારણે જ્યારે ઈન્ડીંગોમાં સ્ટાફની અછત સર્જાઈ તો ન માત્ર દેશની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ્દ થઈ. તમને જાણીને નવાઈ લાગશે કે ડોમેસ્ટિક રૂટ્સ પર જ રોજની 3000 ફ્લાઈટ્સ ઉડાન ભરે છે. આમાંથી એકલ ઈન્ડીંગોની 2300 ફ્લાઈટ સંચાલિત થાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ઇન્ડિગોનો માર્કેટ શેર આશરે 64% છે. આ પછી બીજા ક્રમે એર ઇન્ડિયા છે, જેનો માર્કેટ શેર 27% છે. આનો અર્થ એ થયો કે સ્થાનિક ફ્લાઇટ્સ પર ઇન્ડિગોનો ઈજારો(મોનોપોલી) ચાલી રહ્યો છે અન આ જ એકાધિકારને કારણે, જ્યારે ઇન્ડિગોએ ટિકિટ રદ કરવાનું શરૂ કર્યું, તો યાત્રિકોને પારવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો.
IndiGo ઍરલાઇનની સિસ્ટમેટિક ફેલ્યોર કે સ્ટ્રેટેજી?
હાલ ઈન્ડીંગો સામે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે જ્યારે DGCA એ પાયલોટ્સ અને ફ્લાઈટ સ્ટાફ ને લગતા જે કેટલાક નિયમો બનાવ્યા હતા, તેને ઈન્ડીંગો અમલી કરવા માગતી ન હતી અને આ નિયમોને પરત લેવાનું દબાણ ઉભુ કરવા માટે જ ઈન્ડીંગોએ તેને સિસ્ટેમેટિક ઢબે લાગુ ન કર્યા. એક રીતે કહીએ તો આવી અફરાતફરીનો માહોલ જાતે ઉભો કરીને ઈન્ડીંગો DGCAનું નાક દબાવવા માગતી હતી. એક પ્રકારની ખુલ્લંખુલ્લા બ્લેકમેઈલિંગ કહી શકાય કે DGCA એ જે નિયમો બનાવ્યા છે તેનુ અમે પાલન નહીં કરીએ અને અમારા વિના તમારુ કામ અટકી જશે. અમે તેને માનશુ નહીં અને અચાનક સમગ્ર દેશમાં એવી અફરાતફરી સર્જાશે કે DGCA એ નમવુ પડશે અને નિયમો પરત લેવા પડશે.
નિયમો સામે ઇન્ડિગોની બેદરકારીમાં મુસાફરો પીસાયા
આ દરમિયાન મુસાફરોને મોટા પાયે અસુવિધા થઈ. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે જ્યારે DGCA એ પાઇલટ્સ અને ફ્લાઇટ સ્ટાફ અંગેના કેટલાક નિયમો ઘડ્યા, ત્યારે ઇન્ડિગોએ તેમને પાછા ખેંચવા માટે દબાણ કરવા માટે તેમને યોગ્ય રીતે લાગુ કર્યા નહીં. શું આ બ્લેકમેલ કરવાની યોજના હતી? “અમે DGCA એ ઘડેલા નવા નિયમોનું પાલન કરીશું નહીં. તમે અમારા વિના કરી શકતા નથી. અમે તેમનું પાલન કરીશું નહીં,” તેમણે કહ્યું. “અને અચાનક, સમગ્ર ભારતમાં એવી અરાજકતા ફેલાઈ જશે કે DGCA ને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડશે.”
તૈયારી માટે 18 મહિનાનો સમય અપાયો છતા કંપનીએ કેમ ન કર્યું આયોજન?
DGCA એ જે નવા નિયમો બનાવ્યા તે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હતા. DGCA એ જાન્યુઆરી 2024થી જ આ નવા નિયમો તૈયાર કરી દીધા હતા. અને તેને લાગુ કરવા માટે એરલાઈન કંપનીને એક ટાઈમલાઈન આપવામાં આવી હતી.
આ નવા નિયમોને બે તબક્કામાં લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કો 1 જુલાઈ, 2025 થી અને બીજો તબક્કો નવેમ્બર 2025 થી લાગુ કરવાનો હતો. આનો અર્થ એ થયો કે DGCA એ દેશની એરલાઇન્સને તૈયારી માટે લગભગ 18 મહિનાનો સમય આપ્યો હતો. તેમ છતાં, ઇન્ડિગોએ કોઈ ગંભીરતા દર્શાવી ન હતી. DGCA એ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નવા નિયમો ઘડ્યા હતા.
DGCAનાં નવા નિયમો મુસાફરોની સલામતી માટે અત્યંત જરૂરી
તેમણે ફ્લાઈટ સ્ટાફની રજાઓ અને કામના કલાકો નક્કી કર્યા હતા. જેથી તેમને થાક ન લાગે. તેઓ સલામતી સાથે ઉડાન ભરી શકે. આની પાછળનું કારણ એ હતુ કે અનેક જગ્યાએથી એવી ફરિયાદો આવી હતી તે પાયલટ્સ અને અન્ય ક્રુ મેમ્બર્સ, ફ્લાઈટ એટેન્ડન્ટ્સ બેક ટુ બેક ઉડાન ભરી રહ્યા છે અને આવી સ્થિતિમાં જો કોઈ દુર્ઘટનાની સર્જાય છે તો તેની નુકસાની ભરપાઈ ન થઈ શકે.
આવી સ્થિતિમાં, DGCA ઇચ્છતું હતું કે ફ્લાઇટ સ્ટાફને સતત 7 દિવસ કામ કર્યા પછી બે દિવસની રજા મળે. નાઈટ શિફ્ટમાં નાઈટ લેન્ડીંગની સંખ્યા બે થી વધુ ન હોવી જોઈએ. જે પહેલા છ હતી. નાઈટ શિફ્ટ પણ સતત બે રાતથી વધુ ન હોવી જોઈએ. લાંબા અંતરની ફ્લાઇટ્સ પર દરેક પાઇલટને ઉડાન બાદ ઓછામાં ઓછા 24 કલાકનો આરામ મળવો જોઈએ. આ નિયમો એવા પાઇલોટ્સના હિતમાં હતા જેમને એક પછી એક ઘણી ફ્લાઇટ્સ ઉડાવવાનું દબાણ કરવામાં આવે છે, ચાહે તેઓ ગમે તેટલા થાકેલા હોય. આ નિયમ ફ્લાઇટ સ્ટાફ માટે પણ હતો જેમને રજા વગર દિવસો સુધી કામ કરવાનું દબાણ કરવામાં આવે છે.
તમે કલ્પના કરી શકો છો જ્યારે થાકેલા, અડધા બીમાર જેવી સ્થિતિમાં પાયલટ્સ પ્લેન ઉડાવશે તો યાત્રિકોની સુરક્ષા સામે કેટલો મોટો ખતરો ઉભો થાય છે. આટલા લોકોની જિંદગીની સલામતી પાયલટના હાથમાં જ હોય છે.
નફો બચાવવા કંપનીએ નવા સ્ટાફને હાયર ન કર્યો
હકીકત એ છે કે DGCA ના નિયમો એરલાઇન કંપનીઓના નફાના હિત સાથે બંધ નથી બેસતા. નિયમો લાગુ કર્યા પછી, એરલાઇન કંપનીઓને વધુ પાઇલટ્સ, વધુ કો-પાઇલટ્સ અને વધુ ફ્લાઇટ સ્ટાફ રાખવાની જરૂર હતી. તેઓ વધુ સ્ટાફને હાયર કરવા નહોંતા માગતા અને તગડો નફો કમાવા માગતા હતા.
નફો મેળવવા માટે તેમણે નવા નિયમો માટે કોઈ તૈયારી ન કરી. નવા હાયરીંગ્સ માટે કંપનીના નફાને બહુ મોટી અસર થતી કારણ કે પાયલટ્સની ઉડાનોની સંખ્યા તો મર્યાદિત કરી દેવાઈ હતી.
પાયલોટ્સ-ક્રુની શિફ્ટ ખોરવાતાં હજારો ફ્લાઇટ્સ ઉડાન ન ભરી શકી
કર્મચારીઓની સંખ્યા વધી રહી હતી. કદાચ એટલા માટે જ ઇન્ડિગોએ એક ખાસ વ્યૂહરચના મુજબ બેદરકારીથી કામ કર્યું. અથવા તો એમ કહેવું જોઈએ કે તેનાથી લોકોને ભારે નુકસાન થયું. અરાજકતા ફેલાઈ, લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. કંપનીએ વિચાર્યું કે મુસાફરોને મુશ્કેલી પડશે, કંપની સ્ટાફની અછતનું બહાનું બનાવશે જેના કારણે DGCA તેના નિયમો પાછા ખેંચી લેશે. નફો કમાવા માટે ઈન્ડીંગોએ સમજી વિચારીને અરાજક્તાનો માહોલ ઉભો થવા દીધો તેવુ સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યુ છે.
