ડાંગ
“ડાંગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગનો વિસ્તાર 1764 ચો.કિમી. અને વસ્તી 2,28,291 (2011ની વસ્તી ગણતરી પ્રમાણે) છે. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. આયોજન પંચ મુજબ, ડાંગ ભારતના 640 જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે. જિલ્લાની 94% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે. માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. 1842ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે.ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ વિશે વાત કરવામાં આવે તો ગિરા નદી, અંબિકા નદી, પુર્ણા નદી, ખાપરી નદી અને સર્પગંગા નદીનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા જેમાં વઘઇ તાલુકો અને સુબિર તાલુકો સમાવાયો. ડાંગ જિલ્લાનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરવામાં આવે તો વનસ્પતિ ઉદ્યાન, વઘઇ – વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન (બોટોનિકલ ગાર્ડન) , વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ, ગિરિમથકો: સાપુતારા અને ડોન, ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ , સુબિર ખાતે શબરી ધામ તેમ જ પંપા સરોવર , ચનખલ ગામ નજીક ચનખલ ધોધ , મહાલ વિસ્તારનું ગાઢ જંગલ , ભેંસકાતરી નજીક પુર્ણા નદીના તટે માયાદેવી મંદિર સુપ્રસિદ્ધ છે. આ પેજ પર Dang , Dang latest News, Dang Business News , Dang Tourism , Dang News in Gujarati, Saputara News, Saputara News in Gujarati, Dang Sports Update સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “