મહેસાણા
“મહેસાણા વિક્રમ સંવત ૧૪૧૪ માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દસમ (ઇ.સ. 1358) ના રોજ બંધાવ્યું હતું. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા જીલ્લામાં દસ તાલુકા છે: મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, બેચરાજી, સતલાસણા, જોટાણા અને ઉંઝા. મહેસાણા જિલ્લાનો વિસ્તાર 5600 ચો.કિ.મી. છે. ઉત્તર સરહદમાં બનાસકાંઠા જિલ્લો છે અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની સરહદ છે. દક્ષિણમાં અમદાવાદ જિલ્લા અને દક્ષિણ-પૂર્વમાં ગાંધીનગર જિલ્લા છે. પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે. મહેસાણામાં ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓની હાજરી છે શહેરથી ૧૦ કિમી દૂર આવેલા ગણપત યુનિવર્સિટી, આઈટી, એન્જિનિયરિંગ, ફાર્મસી, કૃષિ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કળા અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષતા આપે છે. ગુજરાત પાવર એન્જીનિયરિંગ કૉલેજ અને સેફ્રોની ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં અભ્યાસક્રમો આપે છે.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી 20,27,727 હતી જે પૈકીનાં 22.40% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.જોવા લાયક સ્થળોની વાત કરીએ તો થોળ પક્ષી અભ્યારણ્ય , તારંગા હિલ્સ, ધરોઈ ડેમ, બહુચર માતા મંદિર, મોઢેરા-સૂર્ય મંદિર, વડનગર તોરણનો સમાવેશ થાય છે. આ પેજ પર Mehsana, Mehsana Latest News , Mehsana News Today, Mehsana News in Gujarati, Mehsana Business News, Mehsana Political News, Mehsana Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.