Ab Meri Baari
“અબ મેરી બારી” એ નવી ટાટા એસ પ્રો શ્રેણીના પ્રારંભને ચિહ્નિત કરવા માટે શરૂ કરાયેલ એક પરિવર્તનશીલ ઝુંબેશ છે. જે માત્ર ટ્રાન્સપોર્ટ માટેનું જ વાહન નથી. પરંતુ મહત્વાકાંક્ષા, પ્રગતિ અને શક્યતાનું વાહન છે. આ પહેલ ઉત્પાદન પરિચયથી ક્યાંય આગળ છે; તે પાયાના સ્તરે ઉદ્યોગસાહસિક સંભાવનાઓને ખોલવા માટે એક રાષ્ટ્રીય ચળવળ તરીકે સેવા આપે છે, જે હવે આત્મવિશ્વાસપૂર્ણ, આત્મનિર્ભર ભારતના પાયાના પથ્થર તરીકે ઉભરી રહી છે.
જેમ જેમ ભારત ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે, તેમ તેમ આ ઝુંબેશ સમાવિષ્ટ વિકાસની ભાવનાને સમર્થન આપે છે, વ્યક્તિઓને આ ક્ષણનો લાભ લેવા અને તેમની આકાંક્ષાઓને ઉદ્યોગસાહસિકતામાં પરિવર્તિત કરવા પ્રોત્સાહિત કરે છે.
તેના મૂળમાં નવું ટાટા એસ પ્રો છે, જે ગિગ વર્કર્સ, થ્રી-વ્હીલર ઓપરેટરો અને નાના પાયે ટ્રાન્સપોર્ટર્સ માટે સશક્તિકરણનું શક્તિશાળી પ્રતીક છે. આ આગામી પેઢીનું વાહન ફક્ત રસ્તાઓ માટે જ નહીં, પરંતુ સપનાઓ માટે બનાવવામાં આવ્યું છે. જે રોજિંદા ઉદ્યોગસાહસિકોને નવા સીમાચિહ્નો તરફ આગળ વધારવા માટે રચાયેલ છે.
વિકાસ, પ્રાદેશિક લોન્ચ ઇવેન્ટ્સ અને વિશેષ કન્ટેન્ટ પ્લાનને દર્શાવતી સકારાત્મક, વાસ્તવિક દુનિયાની વાર્તાઓની શ્રેણી દ્વારા, આ ઝુંબેશ એ વાત ભાર મુકશે કે ઉદ્યોગસાહસિકતા ફક્ત આવકનું સાધન નથી, પરંતુ ઓળખ, હેતુ અને પ્રગતિ માટેનું પ્રેરક છે અને કેવી રીતે દરેક કિલોમીટરનું અંતર પુરુ કરવાની સાથે, ટાટા એસ પ્રો ભારતના ખરા નાયકો, તેના રોજિંદા ઉદ્યોગસાહસિકોને આગળ વધવા, વિકાસ અને નેતૃત્વ કરવા સક્ષમ બનાવી રહી છે.
“અબ મેરી બારી” ફક્ત એક ઝુંબેશ નથી. તે એક ખુલ્લુ આહ્વાન છે. ભારતભરના હજારો લોકોનો સામૂહિક અવાજ કહે છે, “અબ મેરી બારી હૈ” અને તે ટાટા એસ પ્રોની અણનમ શક્તિ દ્વારા સંચાલિત છે.