Stock Forecast
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે
Read Moreશું આ વખતે શેરબજારની ‘દિવાળી’ બગડશે? કડાકા વચ્ચે રિકવરીની કેટલી છે ‘શક્યતા’?
ભારતીય શેરબજારમાં સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહેલા સતત ઘટાડાએ લાખો રોકાણકારોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. એક તરફ દિવાળીના તહેવાર પહેલા બજારમાં મોટી રિકવરીની આશાઓ સેવાઈ રહી છે, તો બીજી તરફ ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વિદેશી રોકાણકારો (FII) ની ભારે વેચવાલી અને ડોલર સામે નબળો પડતો રૂપિયો તેજીની ચાલમાં અવરોધ બની રહ્યા છે. હવે શું આ તહેવારોની સીઝનમાં બજાર ફરી બાઉન્સ બેક કરશે કે પછી રોકાણકારોએ હજુ પણ વધુ ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું પડશે?
- Ravi Prajapati
- Updated on: Oct 10, 2026
- 6:28 pm
ટાટા ગ્રુપના આ શેરમાં રોકાણકારો માટે ‘મોટો સંકેત’, ટૂંક સમયમાં જશે ‘3,000’ ને પાર
ટાટા ગ્રુપની એક દિગ્ગજ રિટેલ કંપનીના શેરોમાં માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બીજું કે, છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોના પૈસાને 300% સુધી વધારીને મલ્ટીબેગર વળતર આપનાર આ સ્ટોક પર હવે દુનિયાની મોટી બ્રોકરેજ ફર્મ્સ પણ ફિદા થઈ છે અને ₹3,500 સુધીના નવા ટાર્ગેટ પ્રાઇસ આપી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Oct 9, 2026
- 7:11 pm
ભૂલથી પણ ના ચૂકતા આ મોકો ! 57% રિટર્ન માટે થઈ જાઓ તૈયાર, આ શેરમાં આવશે ‘રોકેટ તેજી’
શેરબજારમાં 07 ઑક્ટોબરને રોજ એક જાણીતી કંપનીના સ્ટોકમાં 7% કરતાં પણ વધુનો ધમાકેદાર ઉછાળો જોવા મળ્યો છે. બીજું કે, ગ્લોબલ બ્રોકરેજ ફર્મે આ સ્ટોક પર વિશ્વાસ વ્યક્ત કરીને મોટો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 57% વધુ છે. જણાવી દઈએ કે, સિનેમાઘરોમાં વધતી દર્શકોની સંખ્યા અને ખાવા-પીવાની ચીજો (F&B) થી થતી આવકમાં સુધારાને કારણે કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત બની રહી છે.
- Ravi Prajapati
- Updated on: Oct 7, 2026
- 8:19 pm
રિયલ એસ્ટેટ શેરમાં 57% નો ઉછાળો! બ્રોકરેજે આપી ‘Buy’ રેટિંગ, ₹1900ના ટાર્ગેટ પ્રાઇસની કરી ‘આગાહી’
રિયલ એસ્ટેટ માર્કેટમાં ધૂમ મચાવતી અગ્રણી કંપનીના શેરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે શેરમાં 17% નો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં જાણીતી બ્રોકરેજ ફર્મે આ શેરમાં 57% ના તગડા ઉછાળા સાથે ₹1900ના ટાર્ગેટ પ્રાઇસની આગાહી કરી છે.
- Ravi Prajapati
- Updated on: Oct 4, 2026
- 8:00 pm
₹5 કરોડ રોકીને સચિને કમાયા ₹130 કરોડ, 400% રિટર્ન આપનારા શેરમાં બ્રોકરેજે આપ્યો ₹3,200નો ‘મોટો ટાર્ગેટ’
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માત્ર મેદાન પર જ નહીં પરંતુ સ્ટોક માર્કેટમાં પણ માસ્ટર બ્લાસ્ટર સાબિત થયા છે. તેમણે એક મલ્ટિબેગર શેરમાં માત્ર ₹5 કરોડનું રોકાણ કર્યું હતું, જે આજે વધીને ₹130 કરોડથી પણ વધુ થઈ ચૂક્યું છે. લિસ્ટિંગ બાદ ધૂમ કમાણી કરાવી આપનારા આ શેરે રોકાણકારોને લગભગ 400% સુધીનું વળતર આપ્યું છે અને બ્રોકરેજ ફર્મ્સ હજુ પણ તેમાં મોટી તેજીની આગાહી કરી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Oct 4, 2026
- 1:31 pm
તૈયાર થઈ જાઓ… આ શેરમાં કંઈક મોટું થશે, ટાટા ગ્રુપના સ્ટોકમાં આવી શકે છે ‘જબરદસ્ત ઉછાળો’
શેરબજારમાં જો તમે પણ કોઈ મજબૂત અને ભરોસાપાત્ર સ્ટોકની શોધમાં છો, તો ટાટા ગ્રુપની એક મોટી કંપની તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નબળા પ્રદર્શન બાદ હવે આ શેર કમાલ કરવા માટે તૈયાર છે. જાણીતી બ્રોકરેજ ફર્મે આ શેર પર પોતાનો 'Buy' રેટિંગ જાળવી રાખીને ₹235 નો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે, જે વર્તમાન ભાવથી ખૂબ જ સારા ઉછાળાની શક્યતા દર્શાવે છે.
- Ravi Prajapati
- Updated on: Oct 2, 2026
- 5:36 pm
21% સુધીના જબરદસ્ત ઉછાળાની તૈયારી, બ્રોકરેજે આપ્યો ₹2,080નો ‘મોટો ટાર્ગેટ’
શેરબજારમાં રોકાણકારો માટે એક મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની તરફથી ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. માર્કેટના જાણીતા બ્રોકરેજ હાઉસિસ આ સ્ટોક પર અત્યંત બુલિશ જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આવનારા સમયમાં આ કંપનીના શેરમાં 21 ટકા સુધીનો જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹2,080 સુધીનો આપવામાં આવ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Oct 2, 2026
- 4:59 pm
બુલ કેસમાં 46% સુધી ભાગશે આ સ્ટોક, ‘Buy’ રેટિંગ સાથે મળ્યો ₹910નો ટાર્ગેટ
દેશના અગ્રણી હોસ્પિટલ નેટવર્ક્સમાંની એક જાણીતી હેલ્થકેર કંપનીના શેરમાં સોમવારે, 28 સપ્ટેમ્બરના રોજ ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, તેમ છતાંય બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે તેના પર 'Buy' રેટિંગ સાથે કવરેજ શરૂ કરીને ₹910 નો બેઝ-કેસ ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજના મતે સફળ વિલય અને વિસ્તરણના દમ પર બુલ-કેસમાં આ સ્ટોક 46% સુધીની તેજી દર્શાવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 28, 2026
- 10:25 pm
BSE, NSE કે Groww ? આગામી 12 મહિનામાં કયો શેર આપશે સૌથી વધુ રિટર્ન ?
એક પ્રમુખ વૈશ્વિક બ્રોકરેજ ફર્મે ભારતીય શેરબજારની ત્રણ મોટી કંપની 'BSE, NSE અને Groww' પર પોઝિટિવ દ્રષ્ટિકોણ સાથે 'આઉટપરફોર્મ' (Outperform) રેટિંગ આપ્યું છે. જો કે, આ ત્રણેય કંપનીઓમાંથી આગામી 12 મહિનામાં કઈ કંપની રોકાણકારોને સૌથી વધુ રિટર્ન આપશે? તે જાણવું રસપ્રદ રહેશે.
- Ravi Prajapati
- Updated on: Sep 28, 2026
- 4:09 pm
વેદાંતાના 4 નવા શેરમાં કોણ છે ‘લાંબી રેસનો ઘોડો’? કઈ કંપનીમાં રોકાણ કરવું ફાયદાકારક અને કોણ આપશે બમ્પર રિટર્ન?
વેદાંતાના ડીમર્જર પછી અનિલ અગ્રવાલ ગ્રુપની ચાર નવી કંપનીઓ Vedanta Iron & Steel, Oil & Gas, Power અને Aluminium Metal શેરબજારમાં લિસ્ટ થઈ ચૂકી છે. હવે તમામ રોકાણકારોના મનમાં એક જ મોટો સવાલ છે કે, આ ચારેયમાંથી કયો શેર લાંબાગાળા (Long Term) માટે તમારા પૈસા મલ્ટિપ્લાય કરી શકે છે અને કયા શેરમાં દાવ લગાવવો યોગ્ય રહેશે?
- Ravi Prajapati
- Updated on: Sep 30, 2026
- 12:51 pm
રોકાણકારો માટે ખુશખબર! આ એનર્જી શેરમાં જોવા મળશે ‘જોરદાર તેજી’, 40 ટકા સુધીના ઉછાળાના સંકેત
તમે એવા સ્ટોકની શોધમાં છો, જે ભવિષ્યમાં મજબૂત રિટર્ન આપી શકે? તો આ અહેવાલ તમારા માટે છે. જાણીતી બ્રોકરેજ ફર્મે ગ્રીન એનર્જી ક્ષેત્રની એક પ્રમુખ કંપની પર 'Buy' રેટિંગ આપતા મોટો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ ફર્મના મતે આ શેરમાં વર્તમાન કિંમતથી લગભગ 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 26, 2026
- 3:42 pm
10 મોટી કંપનીઓ એક થઈ ગઈ ! અદાણી ગ્રુપના આ શેર પર બ્રોકરેજે આપ્યું ‘Buy’ રેટિંગ, રોકાણકારો ખુશ-ખુશ
Adani ગ્રુપના રોકાણકારો માટે મોટી ખબર સામે આવી છે. અદાણી ગ્રુપની 10 મોટી કંપનીઓના મર્જરને NCLT મુંબઈ બેંચ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સિવાય જાણીતી બ્રોકરેજ ફર્મે પણ આ શેર પર Buy રેટિંગ આપતા ₹259 નો મોટો ટાર્ગેટ આપ્યો છે. આ બંને મુખ્ય ખબરોના કારણે શુક્રવારે (25-09-2026) અદાણી ગ્રુપના શેરમાં 1.6% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
- Ravi Prajapati
- Updated on: Sep 26, 2026
- 4:00 pm
જલ્દી રોકેટ બની શકે છે આ સ્ટોક! ₹410 થી ઘટીને ₹329 થયો, શું આ ખરીદવાની ગોલ્ડન તક છે?
શું આ PSU શેરમાં આવેલું પ્રોફિટ બુકિંગ તમારા માટે કમાણી કરવાની એક મોટી તક બની શકે છે? દેશની સૌથી મોટી પાવર કંપની હોવાના કારણે વધતી વીજળીની માંગ અને 35.7 GW ના વિશાળ પ્રોજેક્ટ્સ આ કંપની માટે ભવિષ્યમાં મલ્ટિબેગર ગ્રોથના એંધાણ આપી રહ્યા છે. આ સિવાય, કંપનીનો ₹31 અબજ ડૉલરનો મોટો ગ્રીન એનર્જી પ્લાન અને ₹60 GW નો ટાર્ગેટ આ સ્ટોકને ખૂબ જ ખાસ બનાવે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 19, 2026
- 6:45 pm
શેરબજારમાં પાછી ફરશે ‘રોનક’! વર્ષ 2026ના અંત સુધીમાં 27,000 ને પાર જશે Nifty, આખરે કેવી રીતે પલટાશે બાજી?
વર્ષ 2026માં ભારતીય શેરબજારમાં સતત જોવા મળી રહેલા મોટા ઘટાડાથી શું તમારો પોર્ટફોલિયો પણ લાલ નિશાનમાં પહોંચી ગયો છે? નિફ્ટી અને સેન્સેક્સમાં આવેલી આ ભારે વેચવાલી વચ્ચે રિટેલ રોકાણકારો ચિંતિત છે. એવામાં માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, હવે સૌથી ખરાબ તબક્કો પૂરો થઈ ચૂક્યો છે. આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે, શું આગામી ફેસ્ટિવ સીઝનમાં નિફ્ટી 27,000 ની નવી ઊંચાઈ સ્પર્શી શકે છે?
- Ravi Prajapati
- Updated on: Sep 18, 2026
- 7:37 pm
બંને હાથે ઝડપી લો આ તક ! 5 સ્ટોકમાં 39 ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટ, દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યું ‘Buy’ રેટિંગ
શેરબજારમાં ચાલતી ભારે હલચલ વચ્ચે કયા શેરમાં પૈસા રોકવા? જો તમે પણ મજબૂત અને સલામત રિટર્ન આપતા શેર શોધી રહ્યા છો, તો દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આગામી 12 મહિના માટે 5 મજબૂત સ્ટોક જાહેર કર્યા છે. આ 5 શેર આગામી સમયમાં 39% સુધીનું તગડું રિટર્ન આપી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 16, 2026
- 8:02 pm