Women’s health : શિયાળામાં વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ કેમ વધે છે? તેના કારણો અને તેને કેવી રીતે અટકાવવું તેના વિશે જાણો
શિયાળા દરમિયાન વજાઈનલ ઈન્ફેક્શન ઘણીવાર વધી જાય છે, અને તેનું કારણ સમજવું મુશ્કેલ છે. તો ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ આનું કારણ અને તેને કઈ રીતે અટકાવવું.

શિયાળા દરમિયાન વજાઈનલ ઈન્ફેક્શન ઘણીવાર વધુ સામાન્ય બની જાય છે. અજાણતાં, લોકો ઘણીવાર સમજવામાં નિષ્ફળ જાય છે, પરંતુ કેસ વધે છે. શિયાળા દરમિયાન આપણી લાઈફસ્ટાઈલ આ સ્થિતિને વારંવાર ટ્રિગર કરી શકે છે. જો તમે વારંવાર આ સમસ્યાનો અનુભવ કરતા લોકોમાંના એક છો, તો તમારે તેના કારણો વિશે જાણવુ જોઈએ. તમારે શિયાળા દરમિયાન જોખમ કેવી રીતે ઘટાડવું તે પણ જાણવું જરુરી છે.

ડૉક્ટરનું કહેવું છે કે, શિયાળાની ઋતુમાં વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ એટલા માટે વધી જાય છે કે, કારણ કે, આ દરમિયાન સ્વચ્છતામાં ફેરફારને કારણે મહિલાઓમાં વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. તેથી તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરુરી છે.

ઠંડીમાં પરસેવો ઓછો આવે છે, પરંતુ ચુસ્ત અને જાડા કપડાં પહેરવાથી પ્રાઈવેટ પાર્ટમાં ભેજ રહે છે. જે બેકટેરિયાઅને ફંગલ ઈન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. વધુમાં આ ભેજ યોનિમાર્ગના pH ને પણ અસર કરે છે, જે વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ વધારે છે.

શિયાળામાં, આપણે ઘણીવાર ડિહાઇડ્રેટેડ થઈ જઈએ છીએ. ઘણી મહિલાઓ ઠંડીને કારણે ઓછું પાણી પીવે છે, જેનાથી શુષ્કતા વધે છે અને શરીરના કુદરતી pH સંતુલનમાં ખલેલ પહોંચે છે. આનાથી તે વિસ્તારમાં બેક્ટેરિયાનો વિકાસ વધે છે અને વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ વધે છે. તેથી આ ઋતુમાં પાણી પીવાનું ખાસ ધ્યાન રાખો અને ડિહાઇડ્રેશનથી બચો.

ડોક્ટરો કહે છે કે શિયાળામાં લોકો વારંવાર ભીના કપડાં બદલવાનું અવગણે છે અને લાંબા સમય સુધી સેનિટરી પેડ અથવા પેન્ટી લાઇનરનો ઉપયોગ કરે છે, જેનાથી વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ વધે છે. વધુમાં પ્રાઈવેટ પાર્ટની વધુ પડતી અથવા અયોગ્ય સફાઈ પણ ઈન્ફેક્શન તરફ દોરી શકે છે.

વજાઈનલ ઈન્ફેક્શનનું મુખ્ય કારણ હોર્મોનલ ફેરફારો છે. નબળી રોગપ્રતિકારક શક્તિ, ડાયાબિટીસ, એન્ટિબાયોટિક્સનો ઉપયોગ અને હોર્મોનલ ફેરફારો પણ શિયાળામાં ઈન્ફેકનશનું જોખમ વધારે છે, તેથી તમારે તેનાથી દૂર રહેવું જોઈએ.

ડોકટરો સલાહ આપે છે કે જો તમને ખંજવાળ, બળતરા, દુર્ગંધયુક્ત સ્રાવ અથવા દુખાવો થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. ઉપરાંત, જો તમને વારંવાર વજાઈનલ ઈન્ફેક્શનનો અનુભવ થાય, તો ડૉક્ટરનો સંપર્ક કરો અને સંપૂર્ણ સારવાર મેળવો, કારણ કે વજાઈનલ ઈન્ફેક્શન તમારા મૂત્રાશય અને કિડનીમાં ફેલાઈ શકે છે, જે તમારી સમસ્યાઓને વધુ ખરાબ કરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
