અમદાવાદમાં રમાનાર ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20માં ચીફ ગેસ્ટ હશે 15 વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, સચિન તેંડુલકર કરશે સન્માન

|

Jan 31, 2023 | 9:23 AM

BCCI સેક્રેટરી જય શાહે અંડર-19 T20 વર્લ્ડ કપ જીતનાર તમામ મહિલા ખેલાડીઓને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 3જી T20 મેચની મજા માણવા બોલાવી છે. આ સાથે તમામ ખેલાડીઓને સન્માનિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં રમાનાર ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20માં ચીફ ગેસ્ટ હશે 15 વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, સચિન તેંડુલકર કરશે સન્માન
Sachin Tendulkar (file photo)

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ આવતીકાલ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ મેચ ઘણી રીતે મહત્વની રહેશે. એક તો એ કે આ T20 મેચની શ્રેણી કોણ જીતશે તે નક્કી થશે. અને બીજું, મેચની શરૂઆત પહેલા, દેશના તે 15 વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે, જેમને આ મેચ જોવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન બનેલા તમામ મહિલા ખેલાડીઓનું સન્માન સચિન તેંડુલકરના હસ્તે કરાશે.

અહીં 15 વર્લ્ડ ચેમ્પિયનનો અર્થ તે 15 છોકરીઓ છે, જેઓ અંડર 19 T20 વર્લ્ડ કપ જીતીને દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી સ્વદેશ પરત ફરી છે. BCCI સેક્રેટરી જય શાહે દરેકને ભારત-ન્યૂઝીલેન્ડ 3જી T20નો આદરપૂર્વક આનંદ માણવા મોટેરા ખાતે આવવા આમંત્રણ આપ્યું છે. આની સાથેસાથે તમામ મહિલા ખેલાડીને સન્માનિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

તેંડુલકર U19 વર્લ્ડ કપ વિજેતાઓને સન્માનિત કરશે

BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર પોતાની વાત રાખી હતી. તેમણે લખ્યું, “મને ખૂબ જ આનંદ થાય છે કે ભારત રત્ન સચિન તેંડુલકર અને BCCIના અધિકારીઓ 1 ફેબ્રુઆરીએ સાંજે 6.30 વાગ્યે ભારતની વર્લ્ડ ચેમ્પિયન U-19 મહિલા ટીમનું સન્માન કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનું સન્માન કરવામાં આવશે.

ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જીત મેળવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં આ ભારતનું પ્રથમ ICC ખિતાબ પણ છે.

વિજેતા ટીમ આજે મંગળવારે સાઉથ આફ્રિકાથી મુંબઈ પહોંચશે અને ત્યારબાદ બુધવારે અમદાવાદમાં સન્માન સમારોહ માટે જશે. સન્માન સમારોહ ભારત અને ન્યુઝીલેન્ડની પુરુષ ટીમો વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક T20 આંતરરાષ્ટ્રીય મેચની પૂર્વે યોજવામાં આવશે.

Next Article